– ભાગેડુ ગેંગસ્ટર અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને શનિવારે છાતીમાં દુ:ખાવો થતાં મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
ભાગેડુ ગેંગસ્ટર અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને શનિવારે છાતીમાં દુ:ખાવો થતાં મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.હોસ્પિટલે જણાવ્યું કે તેમની હાલત હાલ સ્થિર છે.નોંધનીય છે કે ઈકબાલ કાસકર હાલ ખંડણી કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ડી કંપનીનો સભ્ય ઈકબાલ કાસકર થાણેની તલોજા જેલમાં તેની ન્યાયિક કસ્ટડી ભોગવી રહ્યો છે.
ભાઈ ઈકબાલ દાઉદના નામે ખંડણી વસૂલતો હતો: ED
EDએ થોડા મહિના પહેલા અહેવાલ આપ્યો હતો કે ઇકબાલ કાસકર તેના ભાઇ દાઉદ ઇબ્રાહિમની વૈશ્વિક આતંકવાદી તરીકેની છબીનો ઉપયોગ કરીને સેલિબ્રિટીઝ અને બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો.તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કાસકર દાઉદ દ્વારા ચલાવવામાં આવતી ગેંગનો મહત્વનો સભ્ય હતો અને તે ધમકી આપવા,ખંડણી વસૂલવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતો.