મુંબઈના શ્રીમંત ગણપતિમંડળે ઉતરાવ્યો બાપ્પાનો ૩૧૬ કરોડ રૂપિયાનો વીમો

213

– ગૌડ સારસ્વત બ્રાહ્મણ (જીએસબી) સેવા મંડળ કિંગ્સ સર્કલનું આ ગણપતિ ઉત્સવનું ૬૮મું વર્ષ છે

ગૌડ સારસ્વત બ્રાહ્મણ (જીએસબી) સેવા મંડળ કિંગ્સ સર્કલનું આ ગણપતિ ઉત્સવનું ૬૮મું વર્ષ છે અને અહીંના ગણપતિ દેશના સૌથી શ્રીમંત ગણપતિ ગણાય છે.વળી એ માનતા પૂરી કરનારા વિશ્વાચા રાજા તરીકે પણ પ્રખ્યાત છે.મંડળના જણાવ્યા મુજબ અહીંના ગણપતિ પર ૬૬ કિલો કરતાં વધુનાં સોનાનાં અને ૨૯૫ કિલો ચાંદીનાં ઘરેણાં અને અન્ય અનેક રત્નો પહેરાવવામાં આવે છે.પાંચ દિવસના આ ગણપતિનાં દર્શને લાખો ભાવિકો આવે છે.અંદાજે ૨૦,૦૦૦ જેટલા ભાવિકો અન્નદાનનો લાભ લે છે. દર વર્ષે સરેરાશ ૬૦,૦૦૦ જેટલી પૂજા ભાવિકો કરાવે છે.આ વર્ષે મંડળે ૩૧૬.૪૦ કરોડ રૂપિયાનો વીમો ઉતરાવ્યો છે.

ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ કંપની લિમિટેડ દ્વારા ઉતારવામાં આવેલા આ ૩૧૬.૪૦ કરોડ રૂપિયાના વીમા અંતર્ગત ૩૧.૭ કરોડ રૂપિયાનો વીમો સોના-ચાંદી અને રત્નો સહિતનાં ઘરેણાંનો છે,જ્યારે ૨૬૩ કરોડ રૂપિયાનો વીમો કાર્યકરો,પૂજારીઓ,રસોઈયાઓ, ચંપલ સંભાળનાર કાર્યકરો અને વેલેટ-પાર્કિંગની સુવિધામાં સેવા આપનાર સિક્યૉરિટી ગાર્ડની સુરક્ષા માટે કઢાવાયો છે.એક કરોડ રૂપિયાનો વીમો ભૂકંપને અનુલક્ષીને કઢાવાયો છે,જેમાં ફર્નિચર ફિક્સચર,કમ્પ્યુટર વગેરેની સુરક્ષા અને વાંસણ,અનાજ-શાકભાજી-ફ્રૂટ વગેરેનો સમાવેશ છે,જ્યારે ૭૭ લાખ રૂપિયાનો વીમો આગને લગતો કાઢવામાં આવ્યો છે.પંડાલ સ્ટેડિયમ અને ભક્તોનો ૨૦ કરોડ રૂપિયાનો વીમો ઉતારાયો છે.

Share Now