કોલંબિયામાં પ્રથમ વખત ડાબેરી નેતા ગુસ્તાવો પેટ્રો બન્યા રાષ્ટ્રપતિ

158

હિંસાની આગ અને રાજકીય અસ્થિરતા વચ્ચે કોલંબિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ડાબેરી નેતા ગુસ્તાવો પેટ્રો રાષ્ટ્રપતિ બન્યા જાણીતા અર્થશાસ્ત્રી અને પર્યાવરણવાદી પેટ્રો 17 વર્ષથી આંદોલનોમાં સક્રિય બનેલા,યુવાવયે તે ડેમોક્રેટિક અલાયન્સ નામના રાજકીય પક્ષના ચેમ્બર ઓફ રિપ્રેઝન્ટેટિવ તરીકે ચૂંટાયેલા.વર્ષ 2006માં કોલંબિયાની સંસદીય ચૂંટણીમાં સર્વાધિક લીડથી જીત મળેલી પરંતુ એ પછી તેણે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આ બેઠક પરથી રાજીનામું આપ્યું પરંતુ તેની હાર થઈ.

બોગોટા મેયરની ચૂંટણી માટે તેણે હ્યુમન કોલંબિયા આંદોલન નામનો પક્ષ બનાવ્યો અને વિજય થયો.અહીં તેણે પર્યાવરણલક્ષી જનઝુંબેશથી ક્લાયમેટ એન્ડ સિટી લીડરશિપનો એવોર્ડ મેળવ્યો, ઉપરાંત દેશના બે સર્વોચ્ચ પુરસ્કારોથી તેને સન્માનિત કરાયા.

Share Now