શહેરમાં આગ લગાવી દઈશ, મુસ્લિમો રસ્તા પર ઉતરે : તેલંગાણા કોંગ્રેસ નેતા રાશિદ ખાન

188

– ટી રાજાસિંહે રસૂલની શાનમાં ગુસ્તાખી કરી
– કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય તો હું જવાબદાર નહીં
– ગૌશામહલને આગને હવાલે કરી દેવામાં આવશે

તેલંગાણામાં ભાજપ નેતા ટી.રાજા સિંહની ધરપકડને લઈને રાજકારણ ગરમાયું છે.હવે પ્રદેશ કોંગ્રેસ નેતા રાશિદ ખાને શહેરમાં આગ લગાડવાની ધમકી આપી દીધી છે.એવા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે, ટી. રાજાસિંહે પયગંબર મોહમ્મદને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી.અગાઉ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના પણ નિવેદનને લઈને ભારે હોબાળો મચ્યો હતો.

તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના સચિવ રાશિદ ખાને જણાવ્યું કે, જો તેમની ધરપકડ નથી થઈ, તો શહેરમાં આગ લગાવી દઈશ.કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય, તો પછી હું જવાબદાર નહી રહુ. ટી. રાજાસિંહ કાયમ રસૂલની શાનમાં ગુસ્તાખી કરતાં આવ્યા છે.જો તેમની વિરુદ્ધ પગલા નહીં લેવાય, તો હું શહેરના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખરાબ કરી નાંખીશ.વધુમાં તેમણે જણાવ્યું કે, મુસ્લિમ કોમ રસ્તા પર ઉતરે અને 23 ઓગસ્ટે જો ટી.રાજાસિંહની ધરપકડ ના કરવામાં આવે તો પછી 24 ઓગસ્ટે ગૌશામહલને આગના હવાલે કરી દઈશ.સોમવાર રાત્રે હૈદરાબાદમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતુ.

વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદ પોલીસે ભાજપ નેતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.તેમના વિરુદ્ધ કલમ 153 એ, 295 અને 505 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.પ્રદર્શનકારીઓનું કહેવું હતુ કે, સિંહે મુસ્લિમ સમાજની ભાવનાઓએ ઠેસ પહોંચાડી છે. આ સાથે જ તેમની ધરપકડની માંગ કરવામાં આવી છે.પોલીસે પ્રદર્શનકારીઓની પણ અટકાયત કરી છે અને તેમને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં શિફ્ટ કર્યા છે.

Share Now