અમદાવાદ : મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલે મેટ્રો કેશ એન્ડ કેરી ઈન્ડિયાનું કામકાજ અને સંપત્તિ ખરીદવા માટે 5600 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.ઉદ્યોગજગત સાથે સંકળાયેલા ત્રણ અધિકારીએ આ માહિતી આપી હતી.થાઈલેન્ડના સૌથી મોટા બિઝનેસ ગૃહ શારોન પોકફંડના ગ્રુપે મેટ્રો કેશ એન્ડ કેરીને ખરીદવા માટે એક અબજ ડોલર એટલે કે 8,000 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
જર્મનીની હોલસેલ કંપની મેટ્રો કેશ એન્ડ કેરીને તેની સંપત્તિ અને બિઝનેસ વેચવાથી $1 અબજ એકત્ર કરવાની આશા છે.મેટ્રો કેશ અનેડ કેરી ઈન્ડિયાએ તેની સંપત્તિ અને બિઝનેસના વેચાણ માટે એક ડિટેલ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે અને તેને બિઝનેસના ગ્રોથની સંભાવના સાથે સંકળાયેલું એક અન્ય પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું છે.ખાનગી ક્ષેત્ર પર ભરોસો કરશો તો દેશના જીડીપી ગ્રોથમાં મળશે મોટી મદદ,મોદીના આર્થિક સુધારા પર ભરોસો જતાવી રહ્યા છે દિગ્ગજ ઉદ્યોગપતિઓ
જર્મનીની દિગ્ગજ હોલસેલર કંપની મેટ્રો કેશ એન્ડ કેરી ભારતમાં પોતાનો બિઝનેસ સમેટીને પરત જવા માગે છે.વર્ષ 2016 સુધી મેટ્રોના ભારતમાં 18 સ્ટોર હતા ત્યારબાદ કંપનીએ આક્રમક રીતે ભારતમાં બિઝનેસ વધાર્યો હતો અને 13 નવા સ્ટોર ખોલ્યા હતા.છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વભરની બહુરાષ્ટ્રીયન કંપનીઓએ પોતાના દેશમાં કામકાજ વધારવાની યોજના બનાવી છે.
એમએનલી હવે વિશ્વના અન્ય દેશોમાં ધીરે ધીરે પોતાનું કામકાજ સમેટી રહી છે.જર્મનીની રિટેલ બિઝનેસ સેક્ટરની દિગ્ગજ કંપની મેટ્રો કેશ એન્ડ કેરીના ભારતીય બિઝનેસમાં અનેક સમસ્યાઓ આવવા લાગી હતી.મેટ્રો કેશ એન્ડ કેરીને કારણે ભારતના લોકલ કરિયાણા સ્ટોર્સને પણ લાભ થઈ રહ્યો હતો.ભારતના મેટ્રો કેશ એન્ડ કેરીએ વર્ષ 2003માં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.શરૂઆતના તબક્કે મેટ્રોનો ખુબ જ વિરોધ થયો હતો અને ખેડૂતોએ તેમજ સંગઠનોએ તેના પર અનેક પ્રકારના આરોપો પણ લગાવ્યા હતા.


