– ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહેલ રહેશે
– નર્મદા તાપી વલસાડ,નવસારી સુરત અને ભરૂચમાં છૂટાછવાયા વરસાદની આગાહી
– મધ્યમ ગુજરાતમાં પણ હળવા વરસાદની સંભાવના
હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ થઇ શકે છે.ગઇકાલે નર્મદા તાપી વલસાડ,નવસારી સુરત અને ભરૂચમાં છૂટાછવાયો વરસાદ થઇ શકે છે.તેમજ મધ્યમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે.
મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા આજે મહત્વની આગાહી કરવામાં આવી છે.જેમાં આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.આ અંગે હવામાન વિભાગના અધિકારી ડો. મનોરમાં મોહંતીએ જણાવ્યુ હતુ કે આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ થવાની સંભાવના છે.પરંતુ ભારે વરસાદની સંભાવના નહિવત છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે.જેમાં નર્મદા તાપી વલસાડ,નવસારી,સુરત અને ભરૂચમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.
હાલ હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.ગઇકાલે અમદાવાદ,સુરત,બારડોલી સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો હતો.ત્યારે ગઇકાલે વાપીમાં સૌથી વધુ 3. 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.હાલ રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે લોકોને ગરમી અને બફારાથી આંશિક રાહત મળી છે.એક તરફ વરસાદને પગલે ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે.તો બીજી બાજુ વરસાદની આગાહીને પગલે ગણેતોસ્વના આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ100 ટકાથી વધુ વરસાદ નોંધાયો ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 136.7 મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં 93. 42 ટકા પાણીનો સંગ્રહ થયો છે.આ ઉપરાંત રાજયનાં 206 જળાશયોમાં 4, 42, 625 એમ.સી.એફ.ટી.પાણીનો સંગ્રહ છે.જે કુલ સંગ્રહ શકિતના 79.30 ટકા જેટલો છે.હાલમાં રાજ્યમાં 98 જળાશય હાઇ એલર્ટ, 18 જળાશય એલર્ટ અને 14 જળાશય વોર્નીગ ૫ર છે.

