– સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી પરિષદનું કરશે ઉદ્વાટન
– સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મંત્રીઓ તથા સચિવો રહેશે હાજર
પ્રધાનમંત્રીએ ચૂંટણી પહેલા પાર્ટીને દર મહિને 2 થી 3 દિવસ ગુજરાત આવવાનું જણાવ્યું હતું.ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે દર મહિને પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ યોજાઈ રહ્યા છે.ત્યારે આ મહિને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદમાં આવેલા સાયન્સીટીમાં બે દિવસીય સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી પરિષદ યોજાવા જઈ રહી છે.જેમાં તમામ રાજ્યોનાં સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીઓની સાથે સચિવો હાજર રહેશે.આ પરિષદનું ઉદ્વાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.ગઈકાલે દિલ્હીમાં આ પરિષદ માટેની બેઠક મળી હતી. જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહે આ અંગેની વિગતો આપી હતી.તે સિવાય પણ અન્ય કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા છે. 11 સપ્ટેમ્બરે વિજય દિવસને લઈને પણ ભાજપ યુવા મોરચો તૈયારી કરી રહ્યો છે.
મહત્વનું છે કે, બે દિવસ તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી અને સચિવની બેઠકનું આયોજન ભારત સરકારે કર્યું છે.જેમાં 100થી વધુ સ્ટાર્ટઅપના CEO પણ ભાગ લે તેવી શક્યતા છે.જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ફરી એકવાર ગુજરાત આવવાનો કાર્યક્રમ નક્કી થયો છે.હાલ આ અંગે પીએમ મોદી તરફથી કોઈ ચોક્ક્સ બાબત સામે આવી નથી.પરંતું, નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ, 10 સપ્ટેમ્બરે PM મોદી અમદાવાદ આવી સાયન્સસિટી ખાતે તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મંત્રીઓ તથા સચિવોની યોજાનારી વિજ્ઞાન પરિષદનું ઉદ્વાટન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં અટલ ફૂટ ઓવરબ્રિજનું ઉદ્વાટન કરવામાં આવ્યું હતું. 27 ઓગસ્ટે વડાપ્રધાન દ્વારા આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આયો હતો.આ અટલ ફૂટ બ્રિજ રૂ. 74 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.બે દિવસમાં 1 લાખ જેટલા લોકોએ બ્રિજની મુલાકાત લઈ લીધી છે.ત્યારે હવેથી અટલ ફૂટ ઓવરબ્રિજ પર જવા માટે ટિકિટ લેવી પડશે.


