– પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી 10 સપ્ટેમ્બરે કોન્કવેલમાં આપશે હાજરી
– મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોન્કવેલનું ઉદ્વાટન કરાશે
વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ દિગ્ગજ નેતાઓ, વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીના ગુજરાત પ્રવાસમાં વધારો જોવા મળી રહ્યો છે.વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ચૂંટણી સુધી તે દર મહિને એક કે બે વખત ગુજરાતની મુલાકાત લેશે.ત્યારે આ મહિને ફરી એકવાર વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.આ વખતે વડાપ્રધાન અને મુખ્યમંત્રી બે દિવસીય કોન્કવેલમાં હાજરી આપશે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરચ્યુલી રીતે કોન્કવેલનું ઉદ્વાટન કરશે.
ટેક્નોલોજીના યુગમાં દેશના યુવાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં જરૂરી પ્લેટફોર્મ પૂરૂ પાડવા ઉપરાંત દેશમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રનાં પડકારો-રાજ્યોની જરૂરિયાતો અને રાજ્યોમાં સાયન્સ ટેક્નોલિજી એન્ડ ઇનોવેશન માટેના વિઝનને પહોંચી વળવાના ખાસ ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં સાયન્સ સિટી,અમદાવાદ ખાતે બે દિવસીય “સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે એટલે કે,10મી સપ્ટેમ્બરે સવારે 10:30 કલાકે વર્ચ્યુઅલી આ બે દિવસીય કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે.
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ કોન્ક્લેવની માહિતી આપતા જણાવ્યું છે કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આગામી તા.10 અને 11 સપ્ટેમ્બર, 2022ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે બે દિવસીય કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યુ છે. STI વિઝન 2047 સાથે પ્રથમ વખત યોજાઇ રહેલી આ કોન્ક્લેવ અંતર્ગત “અનુસંધાન સે સમાધાન”ની ટેગ લાઇન સાથે વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત નવી ટેક્નોલોજી અને “જીવનની સરળતા”પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત કાર્યરત ગુજકોસ્ટ તથા સાયન્સ સિટી દ્વારા ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે સંકલન સાધી આ કોન્ક્લેવનું આયોજન થઈ રહ્યું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે તા.10મી સપ્ટેમ્બરે સવારે 10:30 કલાકે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ગુજરાત સાયન્સ સિટી,અમદાવાદ ખાતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓના આ બે દિવસીય વિજ્ઞાન કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે. જ્યારે તા.૧૧ સપ્ટેમ્બરે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આ કોન્ક્લેવના સમાપન સમારોહમાં હાજરી આપશે.


