વડાપ્રધાન મોદીના જન્મ દિવસ પર ‘ખાવાના શોખીન સુરતીઓને’ મળી રહી છે ભેટ !!!

210

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ માટે સૌ કોઈ જગ્યા પર વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ભોજનના શોખીન સુરતમાં વડાપ્રધાન મોદીનો બર્થ ડે વધુ શાનદાર રીતે ઉજવશે.જેના માટે સધર્ન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રમુખ અરુણ શેટ્ટી અને ઉપપ્રમુખ સનત રેલિયા દ્વારા એસોસિએશનના સભ્યોને અપીલ કરવામાં આવી છે.જેમાં શહેરની ઘણી રેસ્ટોરન્ટના સંચાલકોએ તા. 16 થી લઈને 18 સપ્ટેમ્બર સુધી ગ્રાહકો માટે 10 થી 25 ટકા ડિસ્કાઉન્ટ અને બીજી વિવિધ લકી ડ્રોની ઓફરો આપી રહ્યા છે.

આ દિવસો દરમિયાન સુરતની કેટલીક રેસ્ટોરન્ટ ફૂડમાં બાય વન ગેટ વેન ફ્રીની સ્કીમ આપી રહ્યાં છે.એક ડિશ પર બીજી ડિશ ફ્રીની ઓફર કરવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શહેરના ડુમસ રોડની ફાઈવ સ્ટાર હોટેલે 16 થી 18 સપ્ટેમ્બર સુધી વડાપ્રધાનના મનપસંદ ભોજનનો સ્વાદ 25 ટકા ની છૂટ સાથે આપવામાં આવશે.જ્યારે કેટલીક રેસ્ટોરેન્ટમાં ખાસ લંચ અને ડિનર બફેટની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પસંદ ભોજન પીરસવામાં આવશે.આ ઉપરાંત વડાપ્રધાન મોદીને પસંદ એવી ફાડા ખીચડી,ભીંડી કઢી,ફ્રુટ સલાડ,લીંબુનું શરબત,ખાંડવી,બાસુંદી,સુખડી,મોહનથાળ,પાલક મગોરી (શાક),સ્ટફ્ડ રીંગણ,દાળ રાયસીના,કોન્ટીનેન્ટલ, ઓરિએન્ટલ ફૂડ તૈયાર કરવામાં આવશે.જેની સાથે જ વર્ષોથી વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર ખાસ કેકનું આયોજન કરતી બેકરીઓ દ્વારા પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓની થીમ સાથે એક ખાસ કેક બનાવવામાં આવી રહી છે.તેમજ તેમના વજન અને ઉંમરને અનુરૂપ કેક બનાવવામાં આવી રહી છે.

Share Now