કેડાઇ દ્વારા સુરતના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન અને કેન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રણ દિવસીય સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફર્સ્ટ 2022 ના પાંચમા એડમિશનમાં ટ્રાયોમ રિયલિટી આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું,આજના આ ઉદઘાટન પ્રસંગે સુરતના સાંસદ દર્શનાબેન જરદોષ,રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ,ધારાસભ્ય ઝખના પટેલ,વિવેક પટેલ,મેયર હેમાલીબેન બોઘાવાળા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ટ્રાયોમ રિયલ્ટી સુરેશભાઈ ગોંડલીયા (પ્રોપાઈટર) એ જણાવ્યું હતું કે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કઈક અલગ સુવિધાઓ સાથે ખૂબ ઝડપી આગળ વધી રહ્યા છે.એટલે જ ટ્રાયોમ રિયલટીના ત્રણેય ગ્રીન પ્રોજેકટને એક્ઝિબિશનમાં લોકોની પહેલી પસંદ બની રહ્યા છે.એટલું જ નહીં પણ ઇન્વેસ્ટરો (રોકાણકારો) માટે પણ આ ગ્રીન પ્રોજેક્ટ ઘણા ફાયદા આપી રહ્યો છે.દેશમાં 12 ફૂટની સિલિંગ આપતા આ પ્રોજેકટમાં અનેક આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.પાટીદાર ગ્લોબલ બિઝનેશ સમિટ 2022 દ્વારા આયોજિત ટ્રીદિવસીય એક્ઝિબિશનને આજે મંત્રી મુકેશભાઈ,સાંસદ દર્શનાબેન જરર્દોષ,ધારાસભ્ય વિવેકભાઈ પટેલ અને ઝખના પટેલે ખુલ્લું મૂકયું હતું.આ એક્ઝિબિશનમાં ત્રણ દિવસમાં 80 હજારથી પણ વધારે લોકો ભાગ લે એવી આશા છે.સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટમાં મુલાકાત લેનારને અલગ-અલગ જગ્યા કે એરીયાની મુલાકાત કર્યા વિના એક સાથે રેસિડેન્સીયલ,કોમર્શીયલ,ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ,ટેક્ષ્ટાઇલ માર્કેટ જેવા ઘણા પ્રોજેકટની માહિતી એક જ જગ્યાએથી મળી રહે હેતુથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાયોમ રિયલટીના ત્રણેય પ્રોજેકટમાં 2600 સ્કેવર ફિટ થી લઈ 5 હજાર સ્કેવર ફિટ સુધીના ફ્લેટ બનાવવામાં આવ્યા છે.આધુનિક સુવિધાઓ અને ગ્રીન પ્રોજેકટ હોવાથી સ્ટોલ પર મુલાકાતીઓની ભીડ જોવા મળી રહી છે. સુરતમાં આ પહેલો પ્રોજેકટ હશે જેમાં સ્પોર્ટ હોય કે લાયબ્રેરી કે પછી વાઇકિંગ ટ્રેક જેવી 28 પ્રકાર ની ત્રણેય પ્રોજેકટ માં સુવિધાઓથી સજ્જડ બનાવવામાં આવી છે.સુરતથી જ નહીં પણ દક્ષિણ ગુજરાતના રોકાણકારો અને ખાસ કરીને મુંબઈના વેપારીઓ દ્વારા પણ અમારા ત્રણેય પ્રોજેકટને લઈ ઇનકાવ્યરી અને બુકીંગ થઈ રહ્યા છે.આજથી શરૂ થતાં આ એક્ઝિબિશનમાં મોટા પ્રમાણમાં લોકો ભાગ લે અને પ્રોપર્ટીમાં રોકાણની સારી તકનો લાભ લે એવી જ આશા રાખું છું.એક જ જગ્યાએ ઉપરથી અલગ અલગ પ્રકારની પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું આવુ પ્લેટ ફોર્મ આખા દેશમાં ક્યાંય નહીં મળે એવું મારું માનવું છે.