
તબગીલી જમાત ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં મરકજમાં હજારો લોકો એકત્ર થવાના કારણે તબગીલી જમાત અત્યારે ચર્ચાનો વિષય બની ગયા છે. દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતા જેમાં કેટલાક વિદેશીઓ પણ સામેલ હતા. આ પહેલા જમાત દેવબંદની સાથે કેટલાક વિવાદો પણ સામે આવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિશ્વના એક પણ દેશ એવો નથી કે જ્યાં જમાતની પહોંચ ન હોય અને તેમના માણસો ન હોય. મોટી સંખ્યામાં ભીડની સાથે જમાત ભોપાલમાં દર વર્ષે એક મોટો ઇજિત્મા પણ કરે છે.
તબગીલી જમાત સાથે જોડાયેલ કેટલાક દાવાઓ
તબલીગી જમાત સાથે જોડાયેલા કેટલાક ઉલેમાઓનો એવો દાવો છે કે જમાત વિશ્વના દરેક દેશમાં ફેલાયેલ છે. જમાત સાથે વિશ્વમાં લગભગ 15 કરોડ લોકો જોડોયલા છે. ઉલમાઓનો દાવો છે કે જમાત કોઈ સરકારી મદદ નથી લેતું. જમાતની પોતાની કોઈ વેબસાઇટ, અખબાર કે ચેનલ નથી. ભારતમાં જમાતની હેડ ઓફિસ દિલ્હીમાં હજાર નિઝામુદ્દીન દરગાહની પાસે મરકજના નામથી છે. જમાતની એક ખાસ વાત એ છે કે તે પોતાના એક અમીર (અધ્યક્ષ) ચૂંટે છે અને તેમના અનુસાર તમામ કાર્યક્રમ યોજાય છે.
તબલીગી જમાતનો હેતુ
તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે.
દેવબંધ અને તબલીગી જમાતની વચ્ચે થયો હતો આ વિવાદ
દારૂલ ઉલૂમ દેવબંદ પણ જમાત પર ગંભીર આરોપ લગાવી ચૂક્યું છે. જેને લઈને ખાસો હોબાળો થયો હતો. જાણકારોનું માનીએ તો દારૂલ ઉલૂમ દેવબંધે જમાતના ભારતમાં સદર (અધ્યક્ષ) મૌલાના સાદ પર ઈસ્લામિક શરિયતનો ખોટો અર્થ જણાવવા અને અલ્લાહના પેગંબરોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેઓએ એમ પણ કહ્યું હતું કે મૌલાના સાદ ગેરમાર્ગે દોરાયા છે અને તેમના વિના કોઈ વિલંબ વગર ભૂલ સ્વીકારવી જોઈએ.
તાજેતરનો આરોપ જમાત સાથે જોડાયેલા એક ઉલેમા પર લાગ્યો હતો. મોહમ્મદ સલમાન નામના આ ઉલેમા પલવલ, હરિયાણામાં એક મસ્જિદ બનાવી રહ્યા હતા. નેશનલ ઇન્ટેસ્ટીગેશન એજન્સી (NIA)નો આરોપ છે કે આ મસ્જિદ માટે જે રૂપિયા લેવામાં આવ્યા હતા તે આતંકી હાફિજ સઈદના ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન સાથે જોડાયેલા દાડી દેશોમાં રહેતા એક વયક્તિ પાસેથી લેવામાં આવ્યા હતા.