ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો નોવેલ કોરોના વાયરસ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આની પહેલાં સોમવારે સમાચાર આવ્યા હતા કે નેતન્યાહૂ પણ કોવિડ-19 પોઝિટીવ છે.જો કે ઇઝરાયલી પીએમ આવતા 14 દિવસ માટે સેલ્ફ ક્વારેન્ટાઇનમાં જ પસાર કરશે.
આની પહેલાં નેતન્યાહૂની એક એડવાઇઝર અને તેમના પતિમાં આ વાયરસની પુષ્ટિ થઇ હતી ત્યારબાદ તરત જ નેતન્યાહૂને પણ હેલ્થ પ્રોટોકોલની અંતર્ગત આઇસોલેશનમાં જવું પડયું.
વાડપ્રધાનના પ્રવકતાએ કહ્યું કે પીએમ સિવાય તેમના પરિવારજનો અને તેમના સંપર્કમાં આવેલા બીજા એડવાઇઝરનો પણ કોવિડ-19 ટેસ્ટ કરાયો તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.મળતી માહિતી પ્રમાણે પીએમ નેતન્યાહૂએ દેશી પ્રજાને આઇસોલેશનમાં ગયા બાદ ટીવી પર સંબોધિત કર્યા હતા. ત્યારે તેમનો ટેસ્ટ રિપોર્ટ આવ્યો નહોતો.નેતન્યાહૂએ પોતાના સંબોધનમાં કહ્યું કે તેઓ સ્વૈચ્છિક રીતે ક્વારેન્ટાઇન થઇ રહ્યા છે જેથી કરીને ઇઝરાયલના લોકો માટે એક ઉદાહરણ રજૂ કરી શકે.
પોતાના આ સંબોધનમાં પીએમે કહ્યું કે કેમેરામેન 6 મીટર દૂર છે અને આજે મેં મારો મેકઅપ અને વાળ પણ જાતે ઓળ્યા છે. આથી હું થોડોક આવો દેખાઇ રહ્યો છું.
ઇઝરાયલના સ્વાસ્થય મંત્રાલયના મતે અહીં કોવિડ-19ના 4695 કેસ સામે આવી ચૂકયા છે અને અત્યાર સુધીમા 16 લોકોના મોત થઇ ચૂકયા છે.જે પછી તેઓ સેલ્ફ કવોરન્ટિન થયાં છે. બ્રિટિશ પીએમ બોરિસ જહોનસન પછી તેઓ બીજા એવા વડા છે. જેમનો કોરોના સંક્રમણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ પહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જહોનસનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. બ્રિટિશ પીએમ બોરિસ જહોનસન પહેલા પ્રિન્સ ચાર્લ્સમાં કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. જોકે,હાલ તેઓ સ્વસ્થ છે.નેતન્યાહૂની ઓફિસ દ્વારા કહેવાયું છે કે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો અને પરિણામ આવ્યા પછી જયાં સુધી હેલ્થ મિનિસ્ટ્રી અને પર્સનલ ડોકટરથી કિલયરન્સ ન મળી જાય ત્યાં સુધી તેઓ કવોરન્ટિનમાં રહેશે.તેમના નજીકના સલાહકારોને પણ આઈસોલેટ કરવામાં આવ્યાં છે.ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં ૪૩૦૦થી વધારે લોકોમાં સંક્રમણ સામે આવ્યું છે.આ ઉપરાંત ૧૫ લોકોના મોત થયા છે.ઈઝરાયેલ તેવા દેશમાંથી છે.જેમણે પહેલા જ સાવધાનીના પગલા લેવાનું શરૂ કર્યું હતું. પીએમ નેતન્યાહૂએ દેશવાસીઓને પણ અપીલ કરી હતી કે આ પરિસ્થિતિમાં હાથ મિલાવવાની જગ્યાએ ભારતીય પરંપરા અનુસાર હાથ જોડીને અભિવાદન કરે.