દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકજનું કોરોના કનેકનશન સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. જમાતના મરકજમાં આવેલા જે શખ્સનું મોત થયું હતું હવે તેમના પરિવારને ક્વારેન્ટાઇન કરી લેવાયા છે. તેની સાથે જ તેલંગાણા અને તામિલનાડુમાં નિઝામુદ્દીન સ્થિત મરકજમાંથી આવેલા લોકોની તપાસમાં લાગી ગયા છે. તેલંગાણામાં 194 લોકોને ક્વારેન્ટાઇન કરાયા. જ્યારે તામિલનાડુમાં 9અંદમાનમાં કોરોના વાયરસના 10 પોઝિટીવ કેસ
અંદમાનમાં કોરોના વાયરસના 10 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. સંક્રમિત લોકોમાંથી 9 જિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા તબલીગી જમાતના સેન્ટર (મરકજ)થી પાછા આવ્યા હતા. કહેવાય છે કે 10મી સંક્રમિત મહિલા છે, જે તેમાંથી કોઇ એક દર્દીના પત્ની છે. આ તમામ 9 લોકો 24મી માર્ચના રોજ અલગ-અલગ ફ્લાઇટથી અંદમાન પહોંચ્યા હતા. પૂછપરચ્છમાં આ બધાએ પોલીસને કહ્યું હતું કે તેઓ નિઝામુદ્દીન સ્થિત મરકજથી આવ્યા હતા.
મરકજને ખાલી કરવાનો સિલસિલો ચાલુ
પોલીસ મેડિકલ અને WHOની ટીમ પણ તરત જ સ્થળ પર પહોંચી ગઇ. મોડી રાત સુધી મરકજને ખાલી કરાવા માટે સિલસિલો ચાલુ રહ્યો. મરકજમાં સામેલ 1400 લોકોમાંથી 11ના કોરોના પોઝિટીવ આવ્યાની પુષ્ટિ થઇ ચૂકી છે. આ 11માં 10 લોકો ઇન્ડોનેશિયાના નાગરિક છે. અહીં 64 વર્ષના એક શખ્સનું મોત થયા બાદ 34 લોકોના સેમ્પલની તપાસ માટે LNJP હોસ્પિટલ મોકલ્યા છે. આ રિપોર્ટની રાહ જોવાઇ રહ છે. આ બધાની વચ્ચે જીવ ગુમાવનાર શખ્સના 18 પરિવારજનોને હૈદ્રાબાદમાં ક્વારેન્ટાઇન કરાયા છે.81 લોકોની ઓળખ કરી લેવાઇ અને તેમનો ટેસ્ટ કરાઇ રહ્યો છે. તેલંગાણા અને તામિલનાડુમાં અંદાજે 1200 લોકોને ક્વારેન્ટાઇન કરી દેવાયા છે.
આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરાયા શંકાસ્પદ
દિલ્હીમાં મોડી રાત્રે મરકજના અંદાજે 100થી વધુ શંકાસ્પદ લોકોને 3 બસમાં ભરીને લઇ જવાયા. હેલ્થ વિભાગન ટીમે વિસ્તારના ડીએમ અને પોલીસની સાથે મળીને તેમને મરકજમાંથી કાઢ્યા. તેમાં જે સૌથી વધુ બીમાર લાગી રહ્યા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યારે શંકાસ્પદ લોકોને નરેલામાં આઇસોલેશનમાં મોકલી દેવાયા છે. આ બેદરકારીને લઇ કેજરીવાલ સરકાર પણ સખ્ત દેખાય રહી છે. તબલીગી જમાતના સેન્ટરના મૌલાનાની વિરૂદ્ધ કેજરીવાલ સરકારે એફઆઇઆર નોંધવાનો નિર્ણય લીધો છે.
મરકજના મૌલાનાએ સ્પષ્ટતા કરી
આ બધાની વચ્ચે મરકજની તરફથી મૌલાના યુસુફે સ્પષ્ટતા કરી છે કે લોકડાઉન લાગૂ થયું તે પહેલાં જ અહીં દેશ-વિદેશના ગેસ્ટ રોકાયા હતા. આ દ્રષ્ટિથી તેમણે સરકારના આદેશનું પાલન કર્યું કે જ્યાં છે ત્યાં જ રોકાઓ. કેસની ગંભીરતાને જોતા તપાસ કરી રહેલા પોલીસ માસ્ક, ગ્લવ્સ સહિત તમામ બાબતોનું ધ્યાન રાખી રહી છે. આખા વિસ્તારની ડ્રોનથી દેખરેખ રખાય છે.