વેપારીઓના ઇન્કમટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદત 7 ઓક્ટોબર કરાઈ

157

– 30મી તારીખે આઇટીનું સર્વર સ્લો થતાં વેપારીઓના રિપોર્ટ અપલોડ ન થયા
– સીબીડીટીને રજૂઆત કરવામાં આવતા એક સપ્તાહ મુદત લંબાવાઈ
– ઇન્કમટેક્સ ઓફિસર દ્વારા વેપારીને પેનલ્ટી કરી શકાય તેવી જોગવાઇ

વડોદરા : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) દ્વારા વેપારીઓના ઇન્કમટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદત લંબાવીને 7મી ઓકટોબર કરવામાં આવી છે.ગત તા.30મીએ આ મુદત પૂર્ણ થતી હતી.જોકે 30મીએ ઇન્કમટેક્સનું સર્વર સ્લો થઇ જતાં હજારો વેપારીઓના રિપોર્ટ અપલોડ કરી શકાયા ન હતા.આકારણી વર્ષ 2022-23 માટે જે વેપારીઓને ઇન્કમટેક્સ એક્ટ હેઠળ તેમના હિસાબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ કરાવીને તેના ટેક્સ રિપોર્ટ ઇન્કમટેક્સમાં જમા કરાવવાની મુદત 30મી સપ્ટેમ્બર હતી.ઇન્કમટેક્સ એક્ટ હેઠળ જો નિયત સમય મર્યાદામાં રિપોર્ટ ફાઇલ ન થાય તો ઇન્કમટેક્સ ઓફિસર દ્વારા વેપારીને પેનલ્ટી કરી શકાય તેવી જોગવાઇ છે.ગુજરાતના પણ કરવેરા સલાહકાર સંગઠનો દ્વારા પણ 30મી સર્વસ સ્લો થતાં વેપારીઓ રિટર્ન અપલોડ કરી શક્યા નથી તેવી રજૂઆત સીબીડીટીને કરવામાં આવી હતી.

Share Now