– લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું
– પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાયને છેલ્લા ઘણા સમયથી ટારગેટ કરવામાં આવી રહ્યો છે
કરાચી : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં મહિલાના અંતિમસંસ્કાર પછી અજાણ્યા લોકો દ્વારા કથિત રીતે તેના અસ્થિને અપવિત્ર કરવામાં આવતા લઘુમતી હિન્દુ સમુદાયના લોકોએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું.સોમવારે હિન્દુ સમુદાયના લોકો સાથે મુસ્લિમ ધર્મગુરૂઓ અને રાજકીય પક્ષોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતાં.હાલમાં જ હિન્દુ મહિલાના મૃત્યુ પછી સ્મશાન ઘાટમાં તેના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી.ગઈકાલે રાત્રે અજાણ્યા લોકોએ મૃત્યુ પામેલી મહિલાના અસ્થિઓને અપવિત્ર કરીને તેને ફેંકી દીધા હતાં.આ મામલાનો વિરોધ કરવા માટે રવિવારે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતાં.અલ્પસંખ્યક સમુદાયના વેપારીઓે પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ-પ્રદર્શનમાં શામેલ થયા હતાં.
વિરોધ-પ્રદર્શન સમયે ત્યાં હાજર હિંદુ સમુદાયના અગ્રણીએ જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ આઘાતજનક છે. તેમણે પોલીસ અધિકારીઓને મળીને માંગ કરી ેકે, ગુનેગારોને કડક સજા આપીને સમાજમાં દાખલો બેસાડવાની ખાસ જરૂર છે.વિરોધ-પ્રદર્શનમાં કેટલાક મુસ્લિમ ધર્મગુરૂઓએ સભાને સંબોધી હતી અને ગુનેગારો સામે સરકાર પગલા લે તેવી માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં છેલ્લા ઘણાં સમયથી હિંદુ સમુદાયના લોકો પર અત્યાચારના મામલામાં વધારો થયો છે.


