– આ દિવસે કોઈ મુહૂરર્ત જોયા વગર પણ શુભ કાર્ય કરી શકાય છે
અમદાવાદ, તા. 05 ઓક્ટોબર 2022, બુધવાર : વિજયાદશમી એટલે કે, દશેરાના તહેવારને તમામ મનોકામનાઓ પૂરી કરનારો અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન માનવામાં આવે છે.આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને સંસારને અત્યાચારમાંથી મુક્તિ અપાવી હતી.દશેરાના દિવસે કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવે તે ખૂબ જ લાભકારી ગણાય છે.આ દિવસે કોઈ મુહૂરર્ત જોયા વગર પણ શુભ કાર્ય કરી શકાય છે.દશેરાનો દિવસ ખરીદી માટે ઉત્તમ ગણાય છે. આ દિવસે શસ્ત્ર પૂજા પણ કરવામાં આવે છે.
વિજયાદશમી શુભ મુહૂર્ત
વિજય મુહૂર્ત- 14:07થી 14:54 સુધી
અવધિ- 47 મિનિટ
અપરાહ્ન મુહૂર્ત- 13:20થી 15:41 સુધી
જાણો શું હોય છે ચોઘડિયા મુહૂર્ત
સૂર્યોદય અને સૂર્યાસ્તની મધ્યના સમયને દિવસના ચોઘડિયાં કહેવામાં આવે છે અને સૂર્યાસ્ત અને આગલા દિવસના સૂર્યોદયની મધ્યના સમયને રાત્રિના ચોઘડિયાં કહેવામાં આવે છે.કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરવા માટે અમૃત,શુભ,લાભ અને ચર, આ 4 ચોઘડિયાંઓ ઉત્તમ ગણાય છે.એવું કહેવાય છે કે, આ સમયે કોઈ પણ મંગળ કાર્ય કરવું ફળદાયી હોય છે.
દશેરાના દિવસના ચોઘડિયાં મુહૂર્ત
લાભ – ઉન્નતિ- 06:16 am થી 07:44 am
અમૃત – સર્વોત્તમ- 07:44 am થી 09:13 am
શુભ – ઉત્તમ- 10:41 am થી 12:09 pm
લાભ – ઉન્નતિ- 4:34 pm થી 06:03 pm
દશેરાના રાત્રિના ચોઘડિયાં મુહૂર્ત
શુભ – ઉત્તમ- 07:34 pm થી 09:06 pm
અમૃત – સર્વોત્તમ- 09:06 pm થી 10:38 pm
લાભ – ઉન્નતિ- 03:13 am થી 04:45 am, ઓક્ટોબર 06 (કાળ રાત્રિ)