– પ્રતીક ગુમાવ્યા બાદ ઉધ્ધવનું ફેસબુક લાઈવ
– મુખ્યપ્રધાન પદ છીનવી લીધું પણ તેથી શિવસેના પ્રમુખ આપોઆપ ન બની જવાય
મુંબઈ : ચૂંટણી પંચે ‘ધનુષ અને તીર’ને સ્થગિત કર્યા બાદ શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ રવિવારે ફેસબૂક લાઈવ પર સંબોધન કરતાં કહ્યું હતું કે ે ૪૦ માથાવાળા રાવણે ભગવાન રામચંદ્રના ધનુષ અને તીરને સ્થગિત કરાવી દીધાં છે.ઉદ્ધવે શિંદે ગૂ્રપ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે તમે મરાઠી ઓળખ સાચવનાર શિવસેનાને ખતમ કરવા નીકળ્યા છો.શિવસેનાનું નામ મારા દાદાએ આપ્યું હતું.મારા પિતાએ તેનું સંવર્ધન કર્યું.હવે આ નામ સાથે શિંદેનું શું જોડાણ છે? તમે માત્ર નામ જ નહીં પણ શિવસેનાને ખતમ કરવા બેઠા છો.ઈન્દિરા ગાંધી સરકારે પણ શિવસેના પર પ્રતિબંધ મુકવાનું ટાળ્યું હતું પરંતુ તમે હવે શિવસેનાનાં પ્રતીકને સ્થગિત કરાવ્યું છે.અમારા પ્રતિકને થોડા સમય માટે સ્થિર કરવું એ અમારી સાથે અન્યાય છે.જ્યાં સુધી સોળ ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય ન લેવાય ત્યાં સુધી ચૂંટણી પંચે નિર્ણય ન લેવાય.પરંતુ આ મૂંઝવણ કેવી રીતે ઉકેલવી તે કાયદાનો વિષય છે.હું ન્યાય તંત્ર પર વિશ્વાસ રાખું છું.અમને ચોક્કસ ન્યાય મળશે, એમ ઠાકરેએ ઉમેર્યું હતું.
– ત્રિશૂળ,મશાલ અથવા ઉગતા સૂરજના પ્રતીક ફાળવવા ઉદ્ધવ જૂથની માગણી – ચૂંટણી પંચને આ ત્રણમાંથી કોઈ એક પ્રતીક ફાળવવા જણાવ્યું
– શિવસેના બાળાસાહેબ ઠાકરે,શિવસેના બાળાસાહેબ પ્રબોધનકાર ઠાકરે અને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે આ ૩ નામના વિકલ્પ પણ રજૂ
ચૂંટણી પંચે શિવસેના નામ તથા તેના તીર-કામઠાંના પ્રતીકને સ્થગિત કરી દીધા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ તથા એકનાથ શિંદે જૂથ બંનેને નવાં પ્રતીક તથા નામ માટે ત્રણ વિકલ્પ સૂચવવા જણાવ્યું હતું.ઉદ્ધવ જૂથે રવિવારે ચૂંટણી પંચને એક પત્ર પાઠવી પોતાને ત્રિશૂળ,મશાલ અથવા ઉગતા સૂરજમાંથી કોઈ એક પ્રતીક ફાળવવા વિનંતી કરી છે.આ ઉપરાંત ઉદ્ધવ જૂથે પક્ષનાં નવાં નામ માટે શિવસેના બાળાસાહેબ ઠાકરે,શિવસેના બાળાસાહેબ પ્રબોધનકાર ઠાકરે અને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે એમ ત્રણ નામ પણ સૂચવ્યાં છે.
ચૂંટણી પંચે સોમવાર બપોરે બે વાગ્યા સુધી ઉધ્ધવ ઠાકરે ગુ્રપ અને એકનાથ શિંદે ગુ્રપ એમ બન્ને ગુ્રપને નામ અને ચિન્હો વિશે માહિતી આપવા માટે સમય મર્યાદા આપી છે.ઠાકરે ગુ્રપે ચૂંટણી પંચ સમક્ષ પક્ષ માટે સૂચવેલા નામમાં ઠાકરે પરિવારના ત્રણ પેઢીની ઝાંખી દેખાય છે.એકનાથ શિંદે વારંવાર અસલી શિવસેના પોતાની છે અને ઉદ્ધવે બાળા સાહેબના સિદ્ધાંતોને છેહ આપ્યો છે અને પોતે જ બાળા સાહેબના વૈચારિક વારસદાર છે તેવો દાવો વારંવાર કરી રહ્યા છે.તે સંદર્ભમાં ઉદ્ધવ જૂથ તરફથી નામના ત્રણેય વિકલ્પમાં બાળા સાહેબનું નામ જોડી પોતે જ બાળા સાહેબના રાજકીય વારસદાર હોવાનું પ્રસ્થાપિત કરવા પ્રયાસ કર્યો છે.શિવસેના ઠાકરે ગુ્રપ દ્વારા ચૂંટણી ચિન્હ માટે ત્રણ વિકલ્પ તૈયાર કર્યા છે.એમાં ત્રિશૂળ,ઊગતો સૂર્ય અને મશાલનો સમાવેશ થાય છે.માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવની પહેલી પસંદગી ત્રિશૂળની છે.તે પ્રતીક દ્વારા શિવસેના હિંદુત્વની વિચારધારા સાથે પોતાનું જોડાણ યથાવત હોવાનો સંદેશો પણ મતદારોને આપી શકે છે.આગામી તા. ત્રીજી નવેમ્બરે યોજાનારી અંધેરી ઈસ્ટની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉદ્ધવ જૂથે પોતાના ઉમેદવાર પણ નક્કી કરી લીધા છે.આથી તેે નવાં નામ અને પ્રતીક મેળવવાની ઉતાવળ છે. જ્યારે શિંદે જૂથ આ ચૂંટણીમાં લડવાનું નથી.તેને બદલે તે ભાજપને ટેકો આપશે.ચૂંટણી પંચે શનિવારે શિવસેનાનું ચૂંટણી ચિહન ધનુષ-બાણને સ્થગિત કર્યા બાદ આજે માતોશ્રી પર શિવસેનાના નેતાઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી.તેમાં આ નામ તથા પ્રતીકના વિકલ્પો નક્કી કરાયાં હતાં.
– કપરકાબી અને નાળિયેરી પણ અજમાવ્યાં હતાં
– શરુઆતમાં શિવસેના ઢાલ-તલવાર અને એન્જિનનાં પ્રતીક પર ચૂંટણી લડી હતી
– હાલનું ધનુષ્યબાણનું પ્રતીક ૧૯૮૯માં ઓક્ટોબર માસમાં જ ફાળવાયું હતું
શિવસેનાની સ્થાપના થયા પછી શરૂઆતના વર્ષોમાં ઢાલ-તલવાર અને એન્જિનના ચિન્હ પર ચૂંટણીઓ લડવામાં આવી હતી.ત્યાર પછી ધનુષ્યબાણ ચિન્હ ખરા અર્થમાં પ્રસ્થાપિત થયું હતું.આમ શિવસેનાએ છેલ્લા સાડાત્રણ દાયકા સુધી ધનુષ્યબાણ ચિન્હ સ્થગિત કર્યું છ.ે
બાબાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કર્યા પછી શરૂઆતના બે દાયકા સુધી શિવસેનાના ઉમેદવારો મોટે ભાગે અપક્ષ તરીકે તો અમુક વખતે ઢાલ-તલવાર અને એન્જિનના ચિન્હ પર ચૂંટણી લડયા હતા. શિવસેનાને કોઈ એક નિશ્ચિત પ્રતીક ન હતું મળ્યું ત્યારે તેના ઉમેદવારોએ કપ રકાબી અને નાળિયેરીનાં વૃક્ષ જેવાં ચૂંટણી પ્રતીકોનો પણ ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળે છે.
૧૯૬૮માં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી વખતે શિવસેનાએ એક રેલી કાઢી હતી.જેમાં એક વિસૈનિક રામ અન ેબીજા લક્ષ્મણ બન્યા હતા.તેમણે હાથમાં ધનુષ્યબાણ ધારમ કર્યા હતા.શિવસેના ભવિષ્યમાં ધનુષ્ય બાણ સિમ્બોલ અપનાવશે તેનો આના પરથી સંકેત મળી ગયો હતો.આ ચિન્હ અપનાવ્યા પછી ધનુષ્યબાણનું નિશાન જાણે શિવસેનાની ઓળખરૂપ બની ગયું હતું.છેક, ૧૯૮૯ની પહેલી ઓક્ટોબરે શિવસેના માટે ધનુષ બાણનું પ્રતીક માન્ય કરી દેવાયું હતું.તે પછી તમામ ચૂંટણીઓ શિવસેના આ પ્રતીક પરથી લડી છે.યોગાનુયોગે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ શિવસેના પાસેથી આ પ્રતીક છીનવાઈ ગયું છે.રસપ્રદ રીતે શિવસેના એક જમાનામાં એન્જિનનું પ્રતીક અપનાવી ચુકી છે.રાજ ઠાકરે જ્યારે શિવસેનામાંથી છૂટા પડયા અને પોતાની અલગ મનસે પાર્ટીની સ્થાપના કરી ત્યારે તેમણે પ્રતીક તરીકે એન્જિનની જ પસંદગી કરી હતી.