ભાજપ માટે કહેવાય છે કે એ હંમેશાં આક્રમક મોડમાં રાજનીતિ કરતી હોય છે.ગુજરાતની આ ચૂંટણીમાં ભાજપે રણનીતિ બદલી છે અને સતત ડિફેન્સ કરી રહી છે.રાજ્યમાં પાટીલ અને અમિત શાહ વચ્ચેના કોલ્ડવોરમાં ભાજપની ઈમેજનું ધોવાણ થઈ રહ્યું છે અને પીએમ મોદીને ગુજરાતના સાચા ચિત્ર બાબતે ઉલ્ટા ચશ્મા પહેરાવાઈ રહ્યાં છે.સરવાળે મોદીએ ગુજરાતની ચૂંટણીનો કારભાર પોતાના હાથમાં લીધો છે પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી અંદરખાને ચિત્ર બદલાયું છે એ બાબતથી મોદીને અજાણ રખાઈ રહ્યા છે.જેનું મુખ્ય કારણ ભાજપની રણનીતિ છે.આ ચૂંટણીમાં ભાજપને બદલે ગુજરાતમાં આપ આક્રમક બની રહી છે.હાલમાં ભાજપનું સમગ્ર તંત્ર આપની ખામીઓ શોધીને એની નેગેટિવ પબ્લીસિટી કરી રહ્યું છે.ગુજરાતમાં મેગા સિટી સિવાય આપને કોઈ ઓળખતું નહોતું પણ હવે ગામડાઓમાં પણ ભાજપની નેગેટિવ પબ્લીસિટીએ આપની ઓળખ વધારી છે.હવે સ્થિતિ એવી બદલાઈ છે કે આ ચૂંટણી હવે ભાજપ વિરુદ્ધ આપની હોય એવો માહોલ બની ગયો છે.આમ આદમી પાર્ટી બકરું કાઢતાં ઉંટ પેસી જશે એવી સ્થિતિ ઉભી કરશે.ગુજરાત ભલે ધીમેધીમે કોંગ્રેસ મુક્ત થશે પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રીમાં મુખ્ય રોલ અમિત શાહ અને સીઆર પાટીલની નબળી રાજનીતિનો હશે.
ભાજપે આ જ રણનિતી 2 મહિના અજમાવી તો આપ હાવી થઈ જશે.ભાજપ એ ભૂલી જાય છે કે તમારી પાસે ટેકનોક્રેટની ટીમ છે પણ આપ પાસે વ્યક્તિઓ ટેક્નોક્રેટ છે.આપના ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન તો ફક્ત મ્હોરું છે પણ ખરી લડાઈ તો સંદીપ પાઠક અને રાઘવ ચઢ્ઢાની ટીમ લડી રહી છે.