ગોપાલ ઇટાલિયાએ પોતાના વાયરલ વીડિયો અંગે પત્રકાર પરિષદ સંબોધી ભાજપ પર પ્રહારો કર્યા હતા.અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે,મોટી સંખ્યામાં લોકો આશા સાથે આમ આદમી પાર્ટીની જનસભામાં આવી રહ્યા છે.જેના કારણે ભાજપના પેટમાં તેલ રેડાયું છે.અવનવા ગતકડાં ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે.અલગ અલગ વિડીયો જાહેર કરવામાં આવી રહ્યા છે.બેરોજગારી,શિક્ષણ સહિતનો મુદ્દો ભટકાવવા વિડીયો વાયરલ કર્યો છે.તેમજ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વાયરલ વિડીયો મુદ્દો જ નથી,ગોપાલ ઇટાલિયા પટેલ સમાજથી આવે છે અને રાજકારણમાં આગળ વધવાથી ભાજપ ખોટી રીતે હેરાન-પરેશાન કરી રહી છે.ભાજપ પાસે વાહિયાત મુદ્દા સિવાય કોઈ મુદ્દા નથી,પરંતુ ગુજરાતની જનતા જવાબ આપશે.