ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે.ગુજરાત સરકાર દ્વારા ટીચિંગ આસિસ્ટન્ટની જગ્યા પર ભરતી અંગે નોટિસ જારી કરવામાં આવી છે.જારી કરાયેલી સૂચના મુજબ 2600 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.આ માટેની વિગતવાર સૂચના ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ ખાલી જગ્યા દ્વારા પ્રાથમિક સ્તર અને ઉચ્ચ પ્રાથમિક સ્તર પર ભરતી કરવામાં આવશે.જેમાં વિવિધ વિષયો માટે ભરતી કરવામાં આવશે.
ગુજરાતની સરકારી શાળાઓમાં નોકરી મેળવવાની મોટી તક છે.આ જગ્યા માટે અરજીઓ ઓનલાઈન લેવામાં આવશે.આ માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે.ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ- gujarat-education.gov.in પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.
જીતુ વાઘાણીએ આપી હતી માહિતી
ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ટ્વીટ મુજબ ટીચિંગ આસિસ્ટન્ટની કુલ 2600 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.આમાં 1000 પોસ્ટ પ્રાથમિક સ્તર એટલે કે ધોરણ 1 થી 5 સુધીની છે.જયારે ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ 6 થી 8 માટે 1600 પદો પર ભરતી કરવામાં આવશે.ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ વિવિધ વિષયોના શિક્ષક સહાયકોની ભરતી થશે. 1600 પોસ્ટમાંથી 750 પોસ્ટ ગણિત અને વિજ્ઞાન શિક્ષક માટે છે.જયારે અન્ય ભાષાઓ માટે 250 જગ્યાઓ અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
આ ગુજરાત ટીચિંગ આસિસ્ટન્ટની ખાલી જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડીને પાત્રતા,વય મર્યાદા અને પસંદગી પ્રક્રિયા વિશેની માહિતી આપવામાં આવશે.હાલમાં નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ ખાલી જગ્યા પર પસંદગી પ્રક્રિયામાં વિધવા મહિલાઓને 5 ટકાનો લાભ મળશે.આ ભરતીઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. હાલમાં જ ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાને આ પદો માટે 1300 શિક્ષકોની ભરતી કરી હતી.આ ભરતી હેઠળ સ્પેશિયલ એજ્યુકેટર (CP), સ્પેશિયલ એજ્યુકેટર (MD), સ્પેશિયલ એજ્યુકેટર (ID/MR) ની જગ્યાઓ પર પસંદ કરાયેલા ઉમેદવારોને 15,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે.


