આપણમાંથી 3 ઈડિયટ્સ મોટાભાગનાએ જોઈ હશે.જોય લોબો નામનો એક સ્ટુડન્ટ આત્મહત્યા કરી લે છે ત્યારે ઈમોશનલ બનેલો આમિરખાન કહે છે કે સર યે સ્યુસાઈડ નહીં પર મર્ડર હૈ… વો બેવકૂફ સોચ રહે કે યૈ આત્મહત્યા હૈ પર યે આત્મહત્યા નહીં હૈ… 4 સાલ સે જો દિમાગ પે પ્રેશર પડ રહા થા ઉસકો માપ સકે ઐસી કોઈ મશીન એન્જિનિયરિંગને આજતક બનાઈ નહીં…..આ જ પ્રકારના માનસિક ટેન્શનમાં જીવતા એક પોલીસ કર્મચારીનું આજે સવારે નિધન થઈ ગયું.એ પોલીસ કર્મચારી એ લિસ્ટમાં સામેલ હતા જેમને ગુજરાતનું પોલીસતંત્ર આંદોલનકારી માનતું હતું અને સજાના ભાગરૂપે બદલી કરી દેવાઈ હતી.આજે પોલીસ કર્મચારીઓ ભથ્થા મેળવીને ખુશ હશે પણ તમારા માટે જે 22થી 23 લોકોએ અવાજ ઉઠાવ્યો એ આજે પણ જિલ્લા ફેરની સજા ભોગવી રહ્યાં છે અને પરિવારથી દૂર રહી રહ્યાં છે.
ગુજરાતના પોલીસ કર્મચારીઓ માટે ગ્રેડ પે આંદોલન એ અતિ અગત્યનું હતું પણ શિસ્તબદ્ધ ગણાતી પોલીસે ક્યારેય જાહેરમાં કોઈ માગણી કરી નથી.સોશિયલ મીડિયામાં આંદોલનો ખૂબ ચાલ્યા અને આખરે એમની જીત થઈ.હા કેટલીક સરકાર પ્રક્રિયાઓને કારણે વિલંબ થયો પણ પોલીસ કર્મચારીઓ માટે સરકારના નિર્ણયો રાહત અપાવનાર હતા.આ આંદોલન પાછળ કેટલાક ચહેરા હતા.જેમાં નિલમ મકવાણા,નરેન્દ્રસિંહ અને શૈલેષ રાવલ એ મોખરે હતા.આ કર્મચારીઓમાં કેટલાકની બદલી થઈ છે કે કેટલાક સસ્પેન્ડ થયા છે.આ આંદોલન આંશિક અંશે પૂર્ણ થઈ ગયું છે અને સરકારે પોલીસ કર્મચારીઓની માગણીઓ સ્વીકારી ભથ્થાઓ આપ્યા છે.
પોલીસ કર્મચારીઓ નારાજગી કે રાજીપો અહીં ચર્ચાનો વિષય નથી પણ આ પ્રકરણમાં ભોગ બન્યા છે પોલીસ કોન્સ્ટેબલથી લઈને એએસઆઈ સુધીના કર્મચારીઓ જેઓ ગ્રેડ પે આંદોલનમાં સક્રિય હોવાનું માની કેટલાકની જિલ્લા બહાર બદલી પણ કરી દેવાઈ હતી. એ નાના લોકો છે. એમને પણ આર્થિક વિડંબણાઓ સાથે સામાજિક સમસ્યાઓ પણ હતી.જેઓ આંદોલનમાં આગળ આવ્યા અને એમને સજા મળી.વાત છે મૂળ મહેકમ ધરાવતા સુરેન્દ્ર નગર જિલ્લાના એક એએસઆઈ શૈલેશ રાવલની.જેઓ આ આંદોલન સાથે જોડાયેલા જ ન હતા પણ એમની ભૂલ એ હતી કે એમણે દાદ સમિતીમાં એક પોલીસ કર્મચારીનો પત્ર રજૂ કર્યો હતો. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે પોલીસ કેવી સ્થિતિમાં જીવે છે એ પર વિચાર કરવામાં આવે.જોકે, શિસ્તના ભાગરૂપે આ પત્રને ગેરશિસ્ત ગણાવી અને શૈલેષ રાવલની બદલી દ્વારકા કરી દેવાઈ હતી.