હિન્દુઓ કીડા-મંકોડા જેવા, 832 વર્ષ અમારા બાદશાહોની સામે જી હજુરી કરી હતી : AIMIMના નેતા

206

નવી દિલ્હી,તા.16.ઓકટોબર,2022 રવિવાર : ઓવૈસીની પાર્ટી AIMIM નેતા તેમજ યુપીના પ્રદેશ અધ્યક્ષ શૌકત અલીનુ વિવાદિત નિવેદન સામે આવ્યુ છે.શૌકત અલીના બેફામ વાણી વિલાસે યુપીનુ વાતાવરણ ગરમાવી દીધુ છે.શૌકત અલીએ કહ્યુ હતુ કે, તમે(હિન્દુઓ)અમને ધમકી આપી રહ્યો છે.તમે તો કિડા મંકોડા જેવા છો.832 વર્ષ સુધી અમે આ દેશ પર શાસન કર્યુ હતુ અને તમે અમારા બાદશાહોની સામે હાથ પાછળ રાખીને જી હજુરી કરતા હતા.અમે તો તમારી બહેન જોધાબાઈને મલ્લિકાએ હિ્નદુસ્તાન બનાવી હતી.અમે તો ભેદભાવ કર્યો નહોતો.અકબરે જોધબાઈ સાથે લગ્ન કર્યા હતા.સૌથી મોટા સેક્યુલર જ અમે છે.

શૌકત અલીએ કહ્યુ હતુ કે, એક સાધુ કહે છે કે, અમને કાપીને નાંખી દઈશું.મુસ્લિમો ગાજર મૂળા થોડા છે?સાધુ સાહેબ મુસ્લિમનો ગુસ્સાવાળો ચહેરો પણ જોઈ લેશો તો પેશાબ થઈ જશે.તમારી અંદર કેટલી તાકાત છે તે અમને ખબર છે.શૌકત અલીની સભામાં આ શબ્દો પર હાજર રહેલા લોકો તાળીઓ પાડી રહ્યા હતા અને ચીચીયારીઓ કરી રહ્યા હતા.શૌકતે કહ્યુહ તુ કે, અમે ત્રણ લગ્ન કરીએ છે પણ ત્રણે પત્નીઓને બરાબર સન્માન આપીએ છે.હિન્દુઓ એક થી વધારે લગ્ન કરીને છુપાવે છે તે ખોટુ છે.ભાજપ જ્યારે નબળો પડે છે ત્યારે મુસ્લિમોના નિકાહ,તલાક અને મદરેસાઓની તપાસ જેવા મુદ્દાઓને ચગાવે છે અને પોતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે.

શૌકતે કહ્યુ હતુ કે, આ દેશ સંવિધાનથી ચાલશે અને જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે કોર્ટે જે ચુકાજો આપ્યો છે તે બતાવે છે કે, દેશ બંધારણ પ્રમાણે ચાલે છે.ભાજપ કહેશે તે પ્રમાણે નહીં ચાલે.જોકે શૌકતના ભાષણ બાદ પોલીસે ફરિયાદ નોધી છે અને પોલીસે કહ્યુ છે કે, આકરી કાર્યવાહી કરવામાં આવશે

Share Now