ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર થાય તે પહેલા સુરતને એક ફટકો પડ્યો છે.ગઈ ટર્મના ભાજપના ઉપપ્રમુખ એવા પીવીએસ શર્માએ ભાજપના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપ્યું છે.શર્મા એક સમયે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અંગત મિત્ર ગણાતા હતા પરંતુ 2017 ની ચૂંટણીમાં લિંબાયત ની ટિકિટ જાહેર કર્યા બાદ બંને પ્રતિસ્પર્ધી થઈ ગયા હતા.મૂળ દક્ષિણ ભારતના એવા શર્માના રાજીના માંથી હાલ ભાજપમાં સન્નાટો થયો છે.
ગુજરાતના સિનિયર મંત્રી એવા જય નારાયણ વ્યાસના રાજીનામા બાદ આજે ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને નિવૃત્ત ઇન્કમટેક્સ અધિકારી pvs શર્માએ રાજીનામું કરી દીધું છે.આ રાજીનામાં પહેલા એક ગ્રુપમાં ત્રણ દિવસ પહેલા ક્યાં સુધી અન્યાય સહન કરીશું તેવી કોમેન્ટ કરી હતી.ત્યારબાદ આજે અચાનક રાજીનામું આવતા ભાજપના કાર્યકરો સ્તબ્ધ થઈ ગયા છે.
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અંતિમ વિશ્વાસુ અને નજીકના મિત્રોમાંના એક
ઇન્કમટેક્સ અધિકારી માંથી રાજકારણી બનેલા શર્મા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના અંતિમ વિશ્વાસુ અને નજીકના મિત્રોમાંના એક હતા. 2017માં લિંબાયતમાં સંગીતા પાટીલ નામ જાહેરાત થવા સાથે આ મિત્રો દુશ્મન બની ગયા હોવાનું કહેવાય રહ્યું છે. ભાજપના નેતા અને સુરતમાં એક જ્વેલર્સ ની દુકાન સામે નોટબંધી બાદ તેઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા.જોકે આક્ષેપ બાદ તેમની સામે જ કાર્યવાહી થઈ હતી અને તેમને જેલવાસ પણ થયો હતો.દરમિયાન તેઓએ આત્મહત્યાની કોશિશ પણ કરી હતી.ત્યારબાદ તેઓ રાજકારણમાં ઓછા સક્રિય હતા.જોકે હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ તેઓએ રાજીનામું આપતા અનેક અટકળો થઈ રહી છે.લોકોમાં એવી ચર્ચા છે કે શર્મા લિંબાયત વિધાનસભામાંથી ચૂંટણી લડશે.જોકે આ અટકળ કેટલી સાચી છે અને કેટલી ખોટી છે તે તો આગામી સમય બતાવશે.પરંતુ લિંબાયત વિસ્તારમાં સારું પ્રભુત્વ ધરાવતા શર્માના રાજીનામાં બાદ કાર્યકરોમાં ગણગણાટ સાંભળવામાં આવી રહ્યો છે.


