ચોર્યાસી બેઠક : ગુજરાતમાં એક લાખ વોટોની લીડથી જીતનાર મહિલા ઉમેદવાર કપાયા, ભાજપના નેતાની જીદ નડી

242

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ માટે ભાજપની યાદી જાહેર થઈ છે તેમાં સુરતની ૧૨માંથી ૧2 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યાં છે.સૌથી મોટી ગણાતી ચોર્યાસી વિધાનસભા માટે ભાજપે કોઈ નામ જાહેર કર્યું ન હતું પણ આજે સવારે આ જાહેરાત થઈ ગઈ છે.ઝંખના પટેલ આ બેઠક પર ગઈ ચૂંટણીમાં એક લાખથી વધુ વોટથી જીત્યા હોવા છતાં ભાજપે એમને રિપિટ કર્યા નથી.ભૂપેન્દ્ર પટેલ બાદ આ લીડની જીત સૌથી વધારે હતી.ઝંખના પટેલ મજબૂત દાવેદાર હોવા છતાં આજે સંદીપ દેસાઈનું નામ જાહેર થયું છે.

ભાજપના એક નેતાની જીદને કારણે આ નામ જાહેર ન થયું

સુરતની ચોર્યાસી બેઠક પરથી ઝંખના પટેલને લગભગ રીપીટ માનવામાં આવતા હતા પરંતુ ભાજપના એક નેતાની જીદને કારણે આ નામ જાહેર થયું ન હોવાની ચર્ચા થઈ રહી છે.તો બીજી તરફ ઝંખના પટેલ,સંદિપ દેસાઈ,છોટુ પટેલ અને અમિત સિંહ રાજપુતને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.જોકે, ગઈકાલે દિવસ દરમિયાન પણ ચોર્યાસી બેઠક અંગે કોઈ નિર્ણય ન થતાં હવે આ બેઠક માટે વધુ બે નામ ચર્ચામા આવ્યા હતા.

ઓબીસી અથવા પરપ્રાંતિય પર પસંદગી કરી શકે

ભાજપ ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી ઓબીસી અથવા પરપ્રાંતિય પર પસંદગી કરી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી હતી.જેના કારણે આ બેઠક પરથી પુર્વ કોર્પોરેટર અને કોળી સમાજના મહિલા એવા સુચિત્રા પટેલનું નામ અચાનક ચર્ચામાં આવી ગયું હતું.આ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી મેયર એવા શુષ્મા અગ્રવાલનું નામ પણ અચાનક જ સ્કાયલેબની જેમ ચર્ચામાં આવી ગયું હતું.બીજી તરફ ગઈકાલે એક કાર્યક્રમમાં સિટીંગ ધારાસભ્ય ઝંખના પટેલે પ્રચાર કાર્ય કર્યું હતું.જેને પગલે તેમને રિપીટ કરાશે કે કેમ ? તે અંગે પણ ચર્ચાએ જોર પકડયું છે.જોકે, આખરે આજે સવારે સંદીપ દેસાઈનું નામ ફાયનલ થઈ જતાં તમામ અટકળોનો અંત આવ્યો છે.

Share Now