કોંગ્રેસ પાર્ટીને સુરતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હારી જનાર ઉમેદવાર ધનસુખ રાજપુત પર ભરોસો

142

સુરત,તા.12 નવેમ્બર 2022,શનિવાર : વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી વધુને વધુ બેઠક મળે તે માટે ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે નવા ઉમેદવારોનો તક આપવાની વાતો વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ઉધનામાં લોકસભા,વિધાનસભા સહિતની ચૂંટણીઓ હારીને હેટ્રીક કરનાર ઉમેદવાર ધનસુખ રાજપુત પર ભરોસો રાખ્યો છે.વારંવાર વિધાનસભાની ચુંટણી હારનારા ધનસુખ રાજપુતને ફરી ઉમેદવાર જાહેર કરાતા પાર્ટીના અમુક કાર્યકરો કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહે તેવા સમીકરણો જોવા મળી રહ્યા છે.

તાજેતરમાં કોંગ્રેસમાંથી ઘણા જૂના MLA ભાજપમાં જોડાઈ ચૂક્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારોને રીપીટ કરાતા કશે ને કશે કેટલાક કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.સુરત પૂર્વની બેઠક પરથી અસલમ સાયકલવાળા,સુરત ઉત્તર બેઠક પરથી ભૂતકાળમાં લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા અશોક અધેવાડા,કરંજ બેઠક પરથી ભારતી પટેલ,લિંબાયત બેઠક પરથી ગોપાલ પાટીલ, ઉધના બેઠક પરથી ધનસુખ રાજપુત,મજૂરા બેઠક પરથી બલવંત જૈન,ચોર્યાસી બેઠક પરથી કાંતિ પટેલને ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યા છે.વિધાનસભા 2022ની રણનીતિને લઈને કોંગ્રેસ પાર્ટીએ જે સીટ પર હાર મળી છે તેની ઉપર પહેલી તકે ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું છે.જેમાં મહીલા અને યુવાઓને તક આપવાની વાતો હતી. જો કે સુરત ઉધના બેઠક પરથી ધનસુખ રાજપૂત કે જેઓ હારની હેટ્રિક કરી ચૂક્યા છે તેમની પર પાર્ટી વિશ્વાસ મુક્તા વધુ થોડા કાર્ય કરો અન્ય પાર્ટીઓમાં જોડાઈ તેવી વાતો ચર્ચાય રહી છે.

ધનસુખ રાજપુત વર્ષ ૧૯૯૫થી સુરત મહાનગરપાલિકાની કોર્પોરેટરની ચૂંટણીથી પોતાના રાજકીય સફર ની શરૂઆત કરી હતી જેમાં તેમને હાર મળી હતી જ્યારે ૨૦૦૫,૨૦૧૦માં કોર્પોરેટર બન્યા હતા.જોકે આવે છે વર્ષ ૨૦૦૯માં નવસારી લોકસભામાં તેમજ વર્ષ ૨૦૧૨માં ઉધના વિધાનસભામાં પણ તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો.વર્ષ ૨૦૧૫માં કોર્પોરેટર તરીકે જીત્યા તો ખરી પરંતુ તરત જ વર્ષ ૨૦૧૬માં ચોર્યાસી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ હાર તેમજ તાજેતરમાં જ વર્ષ ૨૦૨૧ માં સુરત મહાનગરપાલિકામાંથી પણ હાર મેળવી ચુકેલા ઉમેદવારને ફરીથી વિધાનસભાની ટિકિટ અપાતા કાર્યકરો નારાજ થઈ પાર્ટીની સાથે છેડો ફાડીને જાય તો નવાઈ નહીં.

Share Now