વડોદરા જિલ્લાના ડભોઇમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યા બાદ આમ આદમી પાર્ટીમાં પણ મોટો ફટકો પડયો છે.આમ આદમી પાર્ટીના હોદ્દા ધરાવતા મોટી સંખ્યામાં આપ કાર્યકરોએ ભાજપના ઉમેદવાર શૈલેષભાઈ મહેતાની હાજરીમાં કેશરીયો ધારણ કર્યો છે. આપ પાર્ટીના મુખ્ય સંગઠન મંત્રી બાલકૃષ્ણ પટેલ તેમજ રાકેશ પટેલ વિધાનસભા સંગઠન મંત્રી પોતાના 200 સમર્થક કાર્યકર્તા સાથે કેસરિયો ધારણ કર્યો છે,કરમાલના આગેવાન અને કોંગ્રેસ કાર્યકર્તા ભગાભાઈ પ્રવીણભાઈ પટેલ પણ પોતાના 40 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.
ડભોઇમાં ભાજપમાં જોડાયેલા આમ આદમી પાર્ટીના મુખ્ય સંગઠન મંત્રી બાલકૃષ્ણ પટેલ તેમજ રાકેશ પટેલ વિધાનસભા સંગઠન મંત્રીએ કહ્યું કે આમ આદમી પાર્ટી કાર્યકરોને ગુમરાહ કરી રહી છે.