સુરત, તા. 31 માર્ચ 2020, મંગળવાર
કોરોનાવાયરસ તરખાટ મચાવી રહ્યો હોવાથી સુરત સહિત દેશમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે આવા સંજોગોમાં વ્યક્તિઓ ઘરે બેસીને તણાવ, ચિંતા, ઊંઘ ન આવી, ભાય, જેવી માનસિક તકલીફ દૂર કરવા માટે સુરત ઈન્ડીયન મેડીકલ એસોસિએશન (IMA)દ્વારા આજથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
ઈન્ડિયન મેડીકલ એસોસીએશન , સુરત કોરોના એકશન કમીટી દ્વારા લેવાયેલો નિર્ણય IMA સુરત કોરોનો એકશન કમીટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સીવીલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ઉપરાંત સુરત ખાતે બે-ત્રણ પ્રાઈવેટ ખાંસી-શરદી અને તાવની OPD શરૂ થાય તો દર્દીઓને તકલીફ દૂર થાય અને દર્દીઓએ દુર દુર સુધી જવું ન પડે.
જેથી સુધી નક્કી કરવામાં આવ્યું હતું કે અઠવાલાઇન્સ વિસ્તારની મીશન હોસ્પિટલમાં સવારે 10 થી 1 અને સાંજે 5 થી 6 તથા રામપુરા ની વિનસ હોસ્પિટલમાં 10થી 1 સુધી શરદી – ખાંસી અને તાવના દર્દીઓ માટે અલગથી OPD ચાલુ કરવાનું નકકી કર્યું છે . એવું IMAના ડોક્ટર નિર્મલ ચોરારીયા જણાવ્યું હતું.
કોરોનાના કારણે લોક ડાઉન હોવાથી શહેરીજનો ઘરમાં બેસીને પાલન કરી રહ્યા છે આવા સંજોગોમાં શહેરીજનોને તણાવ,ચિંતા,ઊંઘ ન આવી, ભય, ડિપ્રેશન , હતાશા અનુભવતા,સમાજમાં સ્ટ્રેસ તથા એન્જાઈટીના રોગ વધી રહ્યા છે . આશયથી માનસિક તકલીફ દૂર કરવા માટે આઇએમડી દ્વારા શહેરના સાઈકાટ્રીક ડોક્ટર વિનામૂલ્યે હેલ્પ લાઈન શરૂ થઈ રહી છે.
જેમાં સવારે 8 થી રાતે 8 સુધી સુરતના સાઈકાટ્રીક ડૉકટર દ્વારા હેલ્પ લાઈન આજથી થી આવતી તા. 14-04-2020 સુધી કાર્યરત રહેશે. જોકે અલગ-અલગ સમય પર અલગ નંબર પર હેલ્પ લાઈન શરૂ રહેશે ઉપરાંત જે વ્યકિતને કન્સલટેશનની જરૂર પડશે તો તે પણ અપાશે . એવું ડોક્ટર વિનેશ શાહે જણાવ્યું હતું
હેલ્પલાઇન નંબર
(1) 9825632747 (2) 9825641421 – સમય 8 to 10 am (3) 9099958447 (4) 9825884467 (5) 9825132866 – સમય 10 to 12 noon (6) 9099958447 (7) 9724338615 – સમય : 12 noon to2pm (8) 9727715240 (9) 9825142406 (10) 9825884438 – સમય : 2to4pm (11) 9879155494 (12) 9825646367 (13) 9825255626 – સમય : 4to 6pm (14) 9974949974 (15) 8866049905 સમય : 6 to 8pm