– રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદનને લઈને હવે વીર સાવરકરના પૌત્ર રણજિત સાવરકરે રાહુલ ગાંધી સામે પોલીસ-ફરિયાદ નોંધાવી છે.
મુંબઈ : રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદનને લઈને હવે વીર સાવરકરના પૌત્ર રણજિત સાવરકરે રાહુલ ગાંધી સામે પોલીસ-ફરિયાદ નોંધાવી છે.એમાં તેમણે કહ્યું છે કે ૨૭ વર્ષ અનેક કષ્ટ સહન કર્યાં અને ૧૪ વર્ષનો કારાવાસ ભોગવ્યો એવા સાવરકર એકમાત્ર રાજકીય નેતા હતા.રાહુલ ગાંધીએ તેમનું અપમાન કર્યું છે.તેઓ બ્રિટિશરો પાસેથી પગાર લેતા હતા,પેન્શન લેતા હતા એમ કહીને તેમની મિમિક્રી કરી છે.રાહુલ ગાંધીની તરત જ ધરપકડ કરવી જોઈએ એવી ફરિયાદ તેમણે કરી છે આ ફરિયાદ રાહુલ ગાંધીએ વીર સાવરકર વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાદ દાખલ કરાવવામાં આવી છે,જેમાં રાહુલ ગાંધીએ સાવરકરને ‘અંગ્રેજ સરકારના સહયોગી’ ગણાવ્યા હતા અને તેમની પાસેથી પેન્શન લેતા હોવાનો દાવો કર્યો હતો.રણજીત સાવરકરે રાહુલ ગાંધીની ધરપકડની માંગ સાથે આ પોલીસ ફરિયાદ કરી છે.
I've come here to file a complaint against Congress MP Rahul Gandhi for insulting Veer Savarkar in a public meeting in Maharashtra. Rahul Gandhi said, Veer Savarkar took pension & worked for Britishers & also he worked against the country: Ranjit Savarkar,Veer Savarkar's grandson pic.twitter.com/Y5mdH5z48q
— ANI (@ANI) November 17, 2022
અહેવાલો અનુસાર ગુરુવાર, 17 નવેમ્બર, 2022ના રોજ, ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વીર સાવરકરે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જેલની સજામાંથી મુક્તિ મેળવવા માટે અંગ્રેજોને માફી પત્ર લખ્યો હતો.આ સાથે વીર સાવરકરે અંગ્રેજો પાસેથી 60 રૂપિયાનું પેન્શન પણ લીધું હતું.જે સભા દરમિયાન રાહુલ ગાંધીએ વીર સાવરકર વિશે ટિપ્પણી કરી તે સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા.રાહુલ ગાંધીના આ નિવેદન બાદ રણજીત સાવરકરે રાહુલ ગાંધીની ધરપકડની માંગ સાથે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી..
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
રાહુલ ગાંધીએ એક કાગળ બતાવીને તેને સાવરકરનો પત્ર હોવાનો દાવો કરીને તેની છેલ્લી પંક્તિ વાંચી સંભળાવી.તેમણે પહેલા અંગ્રેજીમાં વાંચ્યું અને પછી હિન્દીમાં ભાષાંતર કરીને કહ્યું, “સાહેબ, હું તમારો નોકર બનવા માંગુ છું.” બાદમાં કહ્યું, “આ હું નથી કહેતો, સાવરકરજીએ લખ્યું છે. જો ફડણવીસજી જોવા માંગતા હોય તો તેઓ પણ જોઈ શકે છે.વિનાયક દામોદર સાવરકરજીએ અંગ્રેજોને મદદ કરી હતી.” આ વિડીયો કોંગ્રેસના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી પણ શૅર કરવામાં આવ્યો છે.થોડા સમય બાદ એ જ કાગળને હવામાં લહેરાવીને રાહુલે કહ્યું કે, “જ્યારે સાવરકરજીએ આ પત્ર પર હસ્તાક્ષર કર્યા… ગાંધીજી, નેહરુ, પટેલજી વર્ષો સુધી જેલમાં હતા, તેમણે કોઈ પત્ર પર સહી કરી ન હતી. હું કહેવા માંગુ છું કે સાવરકરજીએ આ પત્ર પર શા માટે સહી કરવી પડી? આનું કારણ ડર છે.જો તે ડરતા ન હોત, તો તેમણે આના પર સહી કરી ન હોત.આમ કરીને તેમણે ગાંધી,નેહરુ,પટેલ બધાને છેતર્યા.આ બે અલગ અલગ વિચારધારા હતી.” નીચે ટાંકેલા વિડીયોમાં 19 મિનીટ અને 20 સેકન્ડ દરમિયાન રાહુલનું આ નિવેદન સાંભળી શકાય છે.
सावरकर जी ने अंग्रेजों की मदद की। उन्होंने अंग्रेजों को चिट्ठी लिखकर कहा – सर, मैं आपका नौकर रहना चाहता हूं।
– श्री @rahulgandhi pic.twitter.com/1sKszyDXR0
— Congress (@INCIndia) November 17, 2022
ભાજપ કોંગ્રેસ પર આકરા પાણીએ
બીજી તરફ રાહુલના આ નિવેદન બાદ ભાજપ કોંગ્રેસ પર આકરા પાણીએ જોવા મળી રહ્યું છે.અહેવાલો અનુસાર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ અંગે કહ્યું હતું કે, સાવરકર પર રાહુલ ગાંધીએ આપેલું નિવેદન અભદ્ર છે.રાહુલ ગાંધી માને છે કે માત્ર ગાંધી પરિવાર જ આ દેશના સ્વાતંત્ર્ય સેનાની છે.તેમણે પોતાના નિવેદન માટે માફી માંગવી જોઈએ અને ભારત જોડો યાત્રા બંધ કરી દેવી જોઈએ.
આ ઉપરાંત, મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં વીર સાવરકરના અપમાનનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.આ બેઠકમાં સીએમ એકનાથ શિંદેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નિંદાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
દરમિયાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ તેમજ તમામ મંત્રીઓએ એકસૂરે કહ્યું હતું કે, સાવરકરનું અપમાન કોઈ કાળે સહન કરવામાં આવશે નહીં