ગુજરાત રાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે આ વચ્ચે રાજ્યના સાંણદમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે.સાંણદના પ્રાંત અધિકારીએ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે.સાંણદની પ્રેરણાતીર્થ સોસાયટીના પાંચમાં માળેથી આ અધિકારીએ મોતની છલાંગ લગાવીને જીવનને ટૂંકાવી દીધું હતું.
– સાંણદના પ્રાંત અધિકારીએ આપઘાત કર્યો.
– સાંણદના પ્રેરણાતીર્થ સોસાયટીના પાંચ માળેથી પ્રાંત અધિકારીએ કૂદી જીવન ટુંકાવ્યું.
– રાજેન્દ્ર કેશલાલ પટેલ સાંણદના પ્રાંત અધિકારી હતા.
– ચૂંટણીમાં સાંણદના રિટનિંગ ઓફિસર તરીકે નિમણુક થઈ હતી.
– સાંણદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી.
મળતા અહેવાલ પ્રમાણે આ અધિકારી ઓળખ રાજેન્દ્ર કેશલાલ પટેલ તરીકે થઈ છે, ચૂંટણીમાં સાંણદના રિટનિંગ ઓફિસર તરીકે નિમણુક થઈ હતી.ઘટનાની જાણ થતાં જ સાંણદ પોલીસ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે.ત્યારે ચૂંટણી ટાણે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે.સાણંદના ડેપ્યુટી કલેક્ટર અને રીટનિંગ ઓફિસર આર કે પટેલે કરી આત્મહત્યા કરી છે. અમદાવાદમાં પ્રેરણ તીર્થ સોસાયટીમાં પાંચમાં માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે.
આર કે પટેલ મૂળ ઈડરના વતની હતા.સાણંદ પહેલા તેઓ અંબાજીના વહીવટદાર હતા. અંબાજી મંદિરના વહીવટદાર તરીકે વર્ષો સુધી ફરજ બજાવ્યા બાદ થોડા સમય પહેલા જ સાણંદ મૂકાયા હતા.જ્યાં તેઓ સખત ડિપ્રેશનમાં હતા.આજે સવારે તેમણે સાણંદમાં ફ્લેટમાંથી પડતુ મૂક્યું હતું.આર.કે પટેલ રાત્રે અઢી વાગ્યા સુધી ચૂંટણીનું કામ કરી રહ્યા હતા.આખી રાત ગવર્મેન્ટ પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરી વહેલી સવારે ઘેર આવ્યા બાદ તેમણે આત્મહત્યા કરી હતી.આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે.