– ભાજપનાં ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાનાં સમર્થનમાં જાહેરસભાનું સંબોધન કર્યું
– કુંવરજીભાઈ બાવળીયાને ભારે બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી
આગામી વિધાનસભા ચૂંટણીને લઈ હાલ પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.અને વિવિધ પક્ષના દિગ્ગજ નેતાઓ રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.ત્યારે આજે દેશના ગૃહમંત્રી અને ભાજપનાં દિગ્ગજ નેતા અમિત શાહ આજે રાજકોટ જિલ્લાનાં જસદણમાં પહોંચ્યા હતા.અહીં ભાજપનાં ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાનાં સમર્થનમાં જાહેરસભાનું સંબોધન કર્યું હતું.જેમાં તેમણે કહ્યું હતું કે, જીગરના ટુકડા જેવા યુવા મિત્રોને નમસ્કાર,જસદણ સભાની નહીં કુંવરજીભાઈનાં કામની સીટ છે.આ તકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં કેટલાક હોદ્દેદારોએ અમિત શાહના હસ્તે ભગવો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપે મને જસદણ મોકલ્યો હતો.ત્યારે મેં કહ્યું કે, જસદણ સભાની સીટ નથી કુંવરજીભાઈનાં કામની સીટ છે.તેમને મેં કામ કરતા જોયા છે.જસદણની નનામાં નાની વાત તેઓ વિધાનસભામાં પહોંચાડતા હતાં ત્યારે મને લાગતું હતું કે તેઓ ખોટા કોંગ્રેસમાં છે.અને અંતે તેઓ ભાજપ સાથે જોડાયા બાદ તમે સૌએ તેમને ભાજપમાં પણ સ્વીકાર્યા છે.ત્યારે આગામી ચૂંટણીમાં પણ તેમને ભારે બહુમતીથી જીતાડવા અપીલ કરું છું.
જસદણ વીરપુર નજીક હોવાથી જલારામ બાપાની ભૂમિ છે.તેઓ માનવ સેવાનું મોટું પ્રતીક છે.તેમને પ્રણામ કરું છું.મત આપતી વખતે એવી નો વિચારતા કે તમારો મત ભુપેન્દ્રભાઈને મુખ્યમંત્રી કે કુંવરજીભાઈને ધારાસભ્ય બનાવવા માટે છે.પણ વિચારજો કે તમારો મત ગુજરાતનો વિકાસ કરવા માટે છે.કોંગ્રેસીયાઓએ વર્ષો સુધી શાસન કર્યું ત્યારે પાણીની પરિસ્થિતિ વિકટ હતી.પાણી માટે ગાંધીનગરથી ટ્રેન આવતી હતી.આ તકે અમિત શાહે મેધા પાટકર સાથે પદયાત્રા કરવા બદલ રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું કે, કોરોના કાળ સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 230 કરોડ રસીનાં ડોઝ લોકો સુધી તદ્દન ફ્રી પહોંચાડ્યા હતા.આ સમયે રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરીને કહેવાયું હતું કે, રસી નહીં મુકાવતા.જોકે બાદમાં તેમણે પોતે પણ કોરોનાની રસીના ડોઝ લીધા હતા.કોંગ્રેસ કહે છે કે, તેનું કામ બોલે છે પણ 27 વર્ષથી તો કોંગ્રેસ સત્તામાં જ નથી તો કામ ક્યારે કર્યું ? ત્યારે દર વખતની જેમ આ વખતે પણ કમળનું નિશાન દબાવી ભુપેન્દ્ર ભાઈ અને નરેન્દ્રભાઇનાં હાથ મજબૂત કરવા મારી અપીલ છે.


