– મતદાનના ગણતરીના કલાકો પહેલાં કામરેજની પાંચ સોસાયટીમાં ચુંટણી બહિષ્કારના બેનર લાગ્યા
સુરત,તા.29 નવેમ્બર 2022,મંગળવાર : ગુજરાત વિધાનસભાની ચુંટણી આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં આવતી પાંચેક જેટલા મોટી સોસાયટીના રહીશોને રોડ ને બદલે માત્ર વચન જ મળતાં સોસાયટીના રહીશોએ ચુંટણી બહિષ્કારનો નિર્ણય કરતાં રાજકારણીઓ દોડતા થયાં છે.આ સોસાયટીના રહીશો પાંચવર્ષથી રોડની માગણી કરે છે પરંતુ રોડ ન બનતાં આઠ હજારથી વધુ મતદારો ધરાવતી સોસાયટીઓએ મતદાન નહીં કરવાનો નિર્ણય સુરતમાં ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણી માટે મતદાન કરવા ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે નારાજ મતદારો પોતાના આક્રોશ ઠાલવી રહ્યા છે.સુરતના કતારગામ સહિત કેટલીક સોસાયટીઓમાં ગઈકાલે સુચિત સોસાયટીઓમાં વેરો દાખલ થયાં છે તેના જંત્રી પ્રમાણે ભરણુ ભરીને કાયદેસર આપવાની બાંહેધરી આપે તેવા જ રાજકારણીઓએ આવવું બાકી અન્ય કોઈએ મત માંગવા આવવું નહીં તેવા બેનર લાગ્યા હતા.ત્યાર બાદ આજે કામરેજ વિધાનસભા વિસ્તારમાં આવતી અંબા લક્ઝુરિયા,લક્ષ્મીધામ સોસાયટી,વિક્ટોરિયા ટાઉનશીપ,નવકાર રેસીડેન્સી અને સહજાનંદ સોસાયટીને સાંકળતો રોડ બનાવવા માટેની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી થતી ન હોવાથી મતદારો રોષે ભરાયા છે.આ સોસાયટીમાં આઠ હજાર જેટલા મતદારો છે તેઓ આક્રોશપૂર્ણ રીતે કહે છે કે, રોડ બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષથી અમે માગણી કરી રહ્યા છે પરંતુ માત્ર વચન આપવામાં આવે છે રોડનું કામ કરવામાં આવતું નથી.અત્યાર સુધી રાજનેતાઓ અમારી માગણી સંતોષવાના બદલે ખોટા વચનો આપતા હતા જેના કારણે અમારી મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.આ રોડ ન બનતાં સોસાયટી ના આઠ હજારથી વધુ લોકો ચોમાસાની ઋતુ દરમિયાન વાહન ચાલક સહિત રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની હાલત હોવા છતાં રાજકારણીઓ અમારી વાતને ધ્યાને લેતા ન હોવાથી અમે સોસાયટીના રહીશોએ ચુંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે.
કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં આવતી સોસાયટીઓ મતદાન બહિષ્કારની જાહેરાત કરતાં બેનર લગાવતાં રાજકારણીઓ દોડતા થયાં છે.ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણી માટે મતદાન કરવા ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે નારાજ મતદારો પોતાના આક્રોશ ઠાલવી રહ્યા છે.સુરતના કતારગામ સહિત કેટલીક સોસાયટીઓમાં ગઈકાલે સુચિત સોસાયટીઓમાં વેરો દાખલ થયાં છે તેના જંત્રી પ્રમાણે ભરણુ ભરીને કાયદેસર આપવાની બાંહેધરી આપે તેવા જ રાજકારણીઓએ આવવું બાકી અન્ય કોઈએ મત માંગવા આવવું નહીં તેવા બેનર લાગ્યા હતા.