ગુજરાત ATSનું મોટું ઓપરેશન, ડ્રગ્સનું કેમિકલ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી

126

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ATSએ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે.ગુજરાત ATS દ્વારા વડોદરા ગ્રામ્યમાં સૌથી મોટી કામગીરી કરવામાં આવી છે.અહીંથી ATSએ ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતું કેમિકલ બનાવતી ફેકટરી ઝડપી પાડી છે.હાલ ગુજરાત ATSનું ઓપરેશન યથાવત છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના અનુસંધાને ચૂંટણીપંચના આદેશ અનુસાર રોકડ,દારૂ અને નશાકારક દ્રવ્યોની હેરફેર પર બાજ નજર રાખવામાં આવી રહી છે.આ સાથે જ ડ્રગ્સ અને ડ્રગ્સ તસ્કરી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓને પણ બાતમીને આધારે ઝડપી પાડવામાં આવી રહી છે.

ડ્રગ્સ

ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા આદર્શ આચાર સંહિતા અમલમાં મુકાઈ છે અને આ આચાર સંહિતા ભંગ હેઠળ તા.3 નવેમ્બરથી 25 નવેમ્બર સુધીમાં કુલ 29,844 કેસ કરાયા છે.આ કેસ અંતર્ગત કુલ 24,710 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.ગુજરાત નશાબંધી અધિનિયમ-1949 અન્વયે રાજયમાં આચાર સંહિતા અમલમાં આવ્યા બાદ 29,844 કેસો કરવામાં આવેલ છે,જેમાં 24,710 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં રૂપિયા 24,75,650નો દેશી દારૂ, રૂ.13,26,84,216નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા રૂપિયા 14,67,41,132 અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા 31,19,00,999નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Share Now