રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના પ્રચાર પર પૂર્ણ વિરામ લાગી ગયો છે.આજથી આદર્શ આચરસંહિતા અમલમાં આવી ગઈ છે અને હવે 1 ડિસેમ્બર 2022 ના રોજ રાજ્યના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન યોજાશે.જેમાં રાજ્યના 2 કરોડ 39 લાખ જેટલાં મતદારો મતદાન કરશે. તેમજ 788 ઉમેદવારોના ભાવિ નક્કી થશે.
– પ્રથમ ચરણ મતદાન
– જાણો શું છે મતદાનની તમામ માહિતી
– કેટલા જિલ્લામાં મતદાન યોજાશેઃ 19(કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત)
– કેટલી બેઠક માટે મતદાન : 89
– કુલ ઉમેદવારો : 788 718 પુરૂષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવાર
– રાજકીય પક્ષો : 39 રાજકીય પક્ષો
– કુલ મતદારો : 2,39,76,670 —-> 1,24,33,362 પુરૂષ મતદારો & 1,1,5,42,811 મહિલા મતદારો & 497 ત્રીજી જાતિના મતદારો
– 18થી 19 વર્ષની વયના મતદારો : 5,74,560
– 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો : 4,945
– સેવા મતદારો : કુલ 9,606 —— > 9,371 પુરૂષ & 235 મહિલા
– NRI મતદારોઃ કુલ 163 —— >125 પુરૂષ & 38 મહિલાઓ
– મતદાન મથક સ્થળો : 14,382 ——->3,311 શહેરી વિસ્તારોમાં અને 11,071 ગ્રામ્ય વિસ્તારોમાં
– મતદાન મથકો : 25,430 ——-> 9,014 શહેરી વિસ્તારોમાં અને 16,416 ગ્રામ્ય મતદાન મથકો
– વિશિષ્ટ મતદાન મથકો : 89 મોડલ મતદાન મથકો
– 89 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો,
– 89 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો
– 611 સખી મતદાન મથકો
– 18 યુવા સંચાલિત મતદાન મથકો
– EVM-VVPAT : 4,324 BU, 34,324 CU અને 38,749 VVPAT
– મોરબીની 65-મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.
મતદાન સ્ટાફની વિગત : કુલ 1,06,963 કર્મચારી/અધિકારી
– 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને
– 78,985 પોલીંગ સ્ટાફ
– વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણઃ તમામ 19 જિલ્લાઓમાં
– તા. 1 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.


