કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી બોલાયેલા અપશબ્દોને લઈને હોબાળો મચાવ્યો છે.હવે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ખડગેના રાવણ પરના નિવેદન પર નિશાન સાધ્યું છે.અમદાવાદમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ ચૂંટણીમાં અપશબ્દોનો ઉપયોગ કરી રહી છે.અયોગ્ય શબ્દોનો ઉપયોગ સ્વસ્થ રાજકારણની નિશાની નથી.
રાજનાથસિંહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન મોદી માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે માત્ર તેમના નથી.આ સમગ્ર કોંગ્રેસની માનસિકતાનું પરિણામ છે.તેમણે કહ્યું કે, કોઈને રાવણ કહેવો એ ધિક્કારપાત્ર કૃત્ય છે.રાજનાથસિંહે વધુમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે બધાને સાથે લઈને ચાલે છે.ભાજપ ધ્રુવીકરણની રાજનીતિમાં માનતું નથી.


