ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ નરોડા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.તેમણે મતદાન કર્યા પછી સરકાર અને ચૂંટણીપંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.તેમણે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.જગદીશ ઠાકોરે કહ્યું કે
ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું હોય
ભાજપના ગુંડાઓ અને લુખા તત્વો કામ કરી રહ્યા છે.દાંતાના ઉમેદવાર ૩ કલાક સુધી ભાળ ન મળી છતાં ચૂંટણીપંચે અમારી ફરિયાદ લીધી નહોતી.અનેક જગ્યાએ ઇવીએમ મશિન બંધ હોવા છતા કોઇ કાર્યવાહી થતી નથી.કોંગ્રેસ વિસ્તારોમાં ઓછું મતદાન થાય તે માટે ધીમું મતદાન કરાવવાનું કામ તંત્ર દ્વારા કરાઈ રહ્યું છે.ભાજપના બુથો પર મતદાન ઝડપથી કરાવાય છે પરંતુ કોંગ્રસ વિસ્તારમાં મતદાન ધીમું કરાવવાનો તંત્ર પર આક્ષેપ કર્યો હતો.
બીજા તબક્કાના મતદાન માટે લોકોએ ઉત્સાહ દર્શાવ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે લોકોએ ઉત્સાહ દર્શાવ્યો છે.વહેલી સવારે 8 વાગ્યે મતદાન ચાલુ થતાં મતદારોએ લાંબી લાઈનો લગાવી દીધી છે.ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધીમાં કહેતા 2 કલાકમાં 12 ટકા જેટલું વોટિંગ થઈ ગયું છે. ગાંધીનગરની ઉત્તર બેઠકમાં 12 ટકાથી પણ વધારે વોટિંગ કરી મતદારોએ ઉત્સાહ દર્શાવ્યો છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે.બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. PM નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજમાં મતદાન કર્યું છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં મતદાન કર્યું.તેમની સાથે તેમના પત્ની સોનલબેન શાહ અને પુત્ર જય શાહ પણ મતદાન કરવા આવ્યા હતા.આનંદીબેન પટેલ પણ શિલજ ખાતે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ મુખ્ય શાળા નં.1માં પરિવાર સાથે મતદાન કર્યું
ખેડા જિલ્લાના નડીયાદ બેઠક પરના ભાજપ ઉમેદવાર અને મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ મુખ્ય શાળા નં.1માં પરિવાર સાથે મતદાન કર્યું.આ બેઠક પર પંકજ દેસાઈ સામે કોંગ્રેસના ઉમેદવાર ધ્રુવલ સાધુભાઈ પટેલ અને આપના ઉમેદવાર હર્ષદ વાઘેલા ચૂંટણી મેદાનમાં છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ આંકલાવ ખાતે લોકશાહીના ઉત્સવને મતદાન કરી મનાવ્યો.શક્તિ સ્કૂલ ચાંદલોડિયામાં EVM 45 મિનિટ બંધ રહ્યું હતું.


