ભારત જોડો યાત્રાના ભાગરૂપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દરરોજ મંદિરો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા જોવા મળે છે.તેઓના કપાળ પર ઘણીવાર ટીલું માંડેલું જોવા મળે છે.ક્યારેક તે દેવતાઓને પ્રણામ કરતી તેની તસવીરો પોસ્ટ કરે છે,તો ક્યારેક તે પૂજારીઓ સાથેની વાતચીતના વીડિયો પોસ્ટ કરે છે.હાલમાં જ રાહુલ ગાંધીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પ્રણામ કરતા તેમની તસવીર શેર કરી હતી.આ બધા વચ્ચે BJPએ કોંગ્રેસના નેતાને ‘ચૂંટણીવાદી હિન્દુ’ ગણાવીને પ્રહારો કર્યા છે.
BJP IT સેલના વડા અમિત માલવિયાએ ટ્વિટ કરીને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે.તેણે ટ્વિટર પર લખ્યું, ‘કેથોલિક માતા અને પારસી પિતાના પુત્ર રાહુલ ગાંધીએ હિન્દી હાર્ટલેન્ડમાં આ ફેન્સી ડ્રેસ ડ્રામા બંધ કરવો જોઈએ.જ્યારે તેઓ કેરળ કે તમિલનાડુમાં હતા ત્યારે તેમણે ક્યારેય એક પણ હિન્દુ મંદિરની મુલાકાત લેવાની તસ્દી લીધી ન હતી.પરંતુ તેમણે લઘુમતીઓના ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી.ચૂંટણીના ગણિતના આધારે તેમની માન્યતાઓ બદલાય છે.’
Rahul Gandhi, son of a Catholic mother and a Parsi father, should stop this fancy dress drama in Hindi heartland.
When in Kerala or TN, he never bothered to visit a single Hindu temple. Visited minority religious places though.
His beliefs change depending on electoral maths… pic.twitter.com/zj0Gh2PZkW
— Amit Malviya (@amitmalviya) December 2, 2022
BJPએ મંદિરની મુલાકાત માટે રાહુલ ગાંધી પર પ્રહારો ચાલુ રાખ્યા છે.મધ્યપ્રદેશના સાંસ્કૃતિક મંત્રી ઉષા ઠાકુરે ગુરુવારે કહ્યું હતું કે, ‘મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ આધ્યાત્મિક પ્રવૃત્તિને રાજકીય લાભ માટેનું માધ્યમ ન બનાવવું જોઈએ.આ પ્રવૃત્તિઓ આપણા જીવનનો અભિન્ન ભાગ છે.તમે મંદિરોમાં જાઓ,તે આવકાર્ય છે,પરંતુ તમારે દેવતાની પૂજા અને દર્શનનું મહત્વ પણ સમજવું જોઈએ.’
ગુજરાતની ચૂંટણી માટે અમદાવાદના વાસણામાં પ્રચાર કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું, ‘તેમને હવે હિન્દુ ધર્મ યાદ આવી રહ્યો છે કારણ કે, તેઓ ચૂંટણી હારી રહ્યા છે અને સમજે છે કે જો તે ધર્મ અને હિન્દુઓનું અપમાન કરશે તો,તેને આ ધર્મના લોકો તરફથી એક પણ મત મળશે નહીં.’
રાહુલ પર હિંદુ હોવાનો ઢોંગ કરવાનો આરોપ લગાવતા BJP IT સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ કર્યું, ‘રાહુલ ગાંધી એટલા જ હિન્દુ છે જેટલા CM અરવિંદ કેજરીવાલ છે.આ માત્ર એક દેખાડો છે,ચૂંટણી સાથેની મજબૂરી અને બીજું કંઈ નથી.’