દિલ્હી : આજરોજ દિલ્હીમાં MCD ચૂંટણીના કુલ 250 વોર્ડ માટે મતગણતરી ચાલી રહી છે.ચૂંટણીનું પરિણામ ખૂબ ઝડપથી આવી રહ્યું છે. MCD ચૂંટણી પરિણામ 2022ના ટ્રેન્ડસમાં આમ આદમી પાર્ટી (AAP)ને બહુમતી મળી છે.આમ આદમી પાર્ટીના ઉમેદવાર બોબી કિન્નર આજરોજ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં સુલતાનપુર માજરા વોર્ડ-Aમાંથી સીટ જીતી લીધી છે.
ભારતીય જનતા પાર્ટીની એકતા જાટવ અને કોંગ્રેસના વરુણ ઢાકાને હરાવીને બોબી દિલ્હીની પ્રથમ ટ્રાન્સજેન્ડર કાઉન્સિલર બની છે.બોબી રાજકારણમાં નવો ચહેરો નથી.તેણીએ 2017માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી પરંતુ AAPના સંજીવ કુમાર સામે તેની હાર થઇ હતી.

