– અરવિંદ કેજરીવાલે ગુજરાતના પરિણામોને સકારાત્મક બતાવ્યા
– કહ્યું- કોઈ નવી પાર્ટી પહેલીવારમાં 15થી 20 વોટ શેર લે તો તે ખૂબ મોટી વાત છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા હવે સૌકોઈની નજર ચૂંટણીના પરિણામ પર રહેશે.ત્યારે આવતીકાલે 182 બેઠક પર 1621 ઉમેદવારોના ભાવિનું પરિણામ જાહેર થશે.આવતીકાલે 8 વાગ્યાથી મતદાન ગણતરી શરૂ કરવામાં આવશે.જે બાદ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.ન્યૂઝ ચેનલો દ્વારા બતાવવામાં આવેલા EXIT POLL અનુસાર ભાજપ ગુજરાતમાં બહુમતીથી જીતતી જોવા મળી રહી છે.જો કે અન્ય પક્ષોમાં આશા હજી અમર જોવા મળી રહી છે.જેને લઈ અરવિંદ કેજરીવાલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.મોટા ભાગે ચૂંટણીમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે યુદ્વ જોવા મળતું હતું.જો કે આ વખતે આ યુદ્વમાં આમ આદમી પાર્ટી પણ પોતાના હથિયાર લઈને કુદી પડી છે.જેથી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયા પાર્ટી વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળ્યો હતો.ગુજરાત રાજકારણાં દાયકાઓ બાદ ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી દાખલ થઈ છે.જેણે ખૂબ ઓછા સમયમાં પોતાની ઓળખ ઉભી કરી દીધી છે.
આમ આદમી પાર્ટી દ્વારા આ વખતે ગુજરાતના મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું.તેમના દ્વારા મતદાતાઓને અનેક ગેરંટીઓ પણ આપવામાં આવી હતી.જેના પરિણામની આશા તેઓ લગાવીને
બેસ્યા છે.ત્યારે મતદાન પૂર્ણ થતા એક્ઝિટ પોલના પરિણામો આવી ચૂક્યા છે.જેને લઈને અરવિંદ કેજરીવાલે ગુજરાતના પરિણામોને સકારાત્મક બતાવ્યા છે.અરવિંદ કેજરીવાલ મીડિયા સાથે વાત કરતા જણાવે છે કે, નવી પાર્ટી છે.અને ગુજરાતમાં નવી પાર્ટીએ એન્ટ્રી કરે છે.ત્યાંના લોકો કહી રહ્યા હતા કે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું ગઢ છે.તેમાં જો નવી પાર્ટી પહેલીવારમાં જ 15થી 20 ટકા વોટ શેર લે તો તે ખૂબ મોટી વાત છે.
મહત્વનું છેકે, આમ આદમી પાર્ટીએ ગુજરાતની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.જેમાં ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.જો કે, બીજી તરફ ઈસુદાન ગઢવી દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું હતું.જેમાં કોંગ્રેસ સાથે ગઠબંઘનની વાતને લઈ પરિણામો બાદ આ અંગે વિચારીશું કહેવામાં આવ્યું હતું.જે બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે ગઠબંઘનની ચર્ચાએ જોર પકડ્યું છે.


