ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું.બંને તબક્કાના મતદાન બાદ હવે ચૂંટણીના પરિણામ માટેની મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આજે 182 બેઠકો પર 1621 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. ચૂંટણીપંચ દ્વારા પરિણામને લઈને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે.ત્યાર બાદ સાડા આઠ વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે EVMના મતોની ગણતરી શરૂ થશે.
Live ગુજરાત વિધાનસભા પરિણામ
8.22 AM : સાવલીમાં ભાજપના કેતન ઈમાનદાર આગળ – શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ 100ને પાર
8.22 AM : લાઠી બેઠક પર કોંગ્રેસના વિરજી ઠુમ્મર આગળ
8.20 AM : વડોદરાની માંજલપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર યોગેશ પટેલ આગળ
8.19 AM : ભાવનગર પૂર્વમાં ભાજપના ઉમેદવાર સેજય પંડ્યા આગળ
8.18 AM : દાણીલિમડા બેઠક પર કોંગ્રેસના શૈલેષ પરમાર આગળ
8.18 AM : ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ 4 બેઠક પર આગળ
8.17 AM : મજૂરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી આગળ
8.16 AM : જૂનાગઢમાં કોંગ્રેસના ભીખા જોશી આગળ
8.15 AM : વડોદરાના પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ (દિનુ મામા) આગળ
8.12 AM : વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ આગળ
8.11 AM : વરાછામાં અલ્પેશ કથિરિયા આગળ
8.10 AM : કતારગામ બેઠક પરથી ગોપાલ ઈટાલીયા આગળ
8.04 AM : મહેસાણા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ,કડી કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ પરમાર,મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર પી.કે.પટેલ મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા.
8.00 AM : રાજ્યની 182 બેઠકો પરના પરિણામો માટે મતગણતરી પ્રક્રિયા શરૂ
7.50 AM : ચૂંટણી પંચ અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી : મતગણતરી શરૂ થાય તે પહેલા અરવલ્લીના મોડાસાના જીઈસી મતગણતરી કેન્દ્ર પરથી બિનવારસી બેલેટ પેપર મળી આવ્યું
7.45 AM : થોડી વારમાં શરૂ થશે મત ગણતરી : ચોર્યાશી ભાજપના સંદીપ દેસાઈ, બારડોલી ભાજપ ઈશ્વર પરમાર, મહુવામાં ભાજપ ઉમેદવાર મોહન ધોડિયા, માંડવી કોંગ્રેસના ઉમેદવાર આનંદ ચૌધરી મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા
7.40 AM : રાજ્યના 37 કેન્દ્રો પર થશે મતગણતરી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજનો
7.37 AM : આજે ભાજપના 182, કોંગ્રેસના 179 ઉમેદવારોનું ભાવી ખુલશે
7.35 AM : 1621 ઉમેદવારોના ભાવીનો થશે ફેંસલો
7.33 AM : મતગણતરીમાં 1007 અધિકારીઓ જોડાશે
7.31 AM : બંને તબક્કામાં કુલ 64.30 મતદાન થયું હતું
સરકાર બનાવવા 92 બેઠકોની જરૂર
ગુજરાતમાં સરકાર બનાવવા માટે 92 સીટોની જરૂર હોય છે.રાજ્યમાં વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.જ્યારે 2 બેઠકો BTPને અને 3 અપક્ષને મળી હતી. રાજ્યમાં 27 વર્ષથી ભાજપ સત્તા પર છે.આ વખતે પણ પીએમ મોદી અને અમિત શાહે રેકોર્ડ બનાવવા મતદારોને રિઝવવા માટે ચૂંટણીમાં તમામ પ્રયાસો લગાવી દીધા હતા.


