ગુજરાતમાં આજે સવારથી 182 વિધાનસભાની બેઠકોની મતગણરી શરૂ થઈ ગઈ છે જેમાં અત્યાર સુધીમાં ભાજપ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 સીટનો રેકોર્ડ તોડશે તેવું લાગી રહ્યું છે.ભાજપ અત્યાર સુધીની મતગણતરીમાં 148 બેઠકો પર આગળી ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 20 બેઠકો અને આપ 10 બેઠોક પર આગળ છે.તમને જણાવી દઈએ કે, ભાજપની બેઠક 2002 બાદ સતત ઘટી રહી હતી. 2002માં ભાજપને 182 પૈકી 127 બેઠક મળી હતી.જે બાદ 2007ની ચૂંટણીમાં ભાજપને 117 બેઠક મળી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપને 115 અને 2017ની ભાજપ 100ની અંદર આવી ગયુ હતુ. 2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠક મળી હતી. કોંગ્રેસને 1998માં 53 બેઠક મળી હતી.જેની સરખામણીમાં કોંગ્રેસને 2017માં 77 બેઠક મળી હતી.
આજે સવારથી જ આઠ વાગ્યાથી સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર શરૂ થઈ ગઈ છે.જેમાં અમદાવાદમાં સૌથી વધુ 03 મતગણતરી કેન્દ્રો પર,સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે.એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી થઈ રહી છે.
2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો કોંગ્રેસને 77 બેઠકો
2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠક મળી હતી.તોં કોગ્રેસને 77 બેઠક મળી હતી જ્યારે બીટીપીને બે,એનસીપીને એક બેઠક મળી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપનો વોટ શેર આશરે 50 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 42.02 ટકા રહ્યો હતો અન્યને 4.4 ટકા અને નોટામાં 1.08 ટકા મત પડ્યા હતા.


