– હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 2 વાગે શપથવિધિ યોજાય શકે છે
– વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિતશાહ હાજર રહેશે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યા છે.જેમાં ભારે લીડ સાથે ભાજપ જીતી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારે માર્જિનથી જીત મેળવી છે.ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત તરફ આગળ વધતાં જ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મુખ્યંમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટેલિફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.આ સાથે જ સત્તા પક્ષ ભાજપે નવી સરકારની શપથવિધી પણ જાહેર કરી દીધી છે.
મળતી માહિતી મુજબ નવી સરકારની શપથવિધી આગામી 12મી ડિસેમ્બરે ગાંધીનગર વિધાનસભાની પાછળ હેલિપેડ,ગ્રાઉન્ડ ખાતે 2 વાગે શપથવિધિ યોજવામાં આવશે.શપથવિધિમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે.હાલમાં ભાજપના કાર્યકરો જીતની ભવ્ય ઉજવણી કરી રહ્યાં છે.ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ હાઉસ ધ જોશ લખીને ટ્વિટ કર્યું હતું.આ સાથે કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે એકબીજાને મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાની ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યની આવતીકાલે અથવા 10મી ડિસેમ્બરે કમલમ ખાતે એક મહત્વની બેઠક યોજાશે.સમાચાર મુજબ આગામી 12 ડિસેમ્બરના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નવી સરકારની શપથવિધિ યોજાશે.


