– આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારની જીત થઇ
– ભાજપની ભવ્ય જીત સામે આપના દિગ્ગજ નેતાઓ હાર્યા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એવી ભવ્ય જીત મેળવી કે સમગ્ર દેશ જોતા જ રહી ગયા.લોકોને આશા હતી કે આ વખતે આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે તો ઉભરીને આવશે જ.પરંતુ ખુદ ભાજપે પણ નહી વિચાર્યુ હોય તેવી ભગવો લહેરાયો.વિપક્ષ તરીકે ન કોંગ્રેસ કે ન આપ.માત્રને માત્ર ભાજપ.ત્યારે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં જીત મેળવવા માટે ભારે મહેનત કરી હતી. પરંતુ આ મહેનત કામે લાગી નહી.
આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીને જાહેર કર્યા હતા.પરંતુ આપના દિગ્ગજ ગણાતા નેતાઓની જ કારમી હાર થઇ છે.જેમાં ઈશુદાન ગઢવી મનોજ સોરઠીયા ગોપાલ ઇટાલીયા,અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને હારનો સામનો કરવો પડ્યો છે.જ્યારે આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારની જીત થઇ છે.
1. ઉમેશ મકવાણા – બોટાદ
2. સુધીર વાઘાણી – ગારીયાધાર
3. હેમંત ખવા – જામજોધપુર
4. ભુપેન્દ્ર ભાયાણી – વિસાવદર
5. ચેતર વસાવા – ડેડીયાપાડા
આ સાબિત કરે છે કે વધતી જતી મોંઘવારી અને મફત શિક્ષણ અને આરોગ્યના દિલ્હી મોડલથી ગુજરાતમાં પગપેસારો કરવાની આપની રણનીતિ નિષ્ફળ ગઇ છે.ગુજરાતીઓએ સંદેશ આપ્યો છે કે મફત નહિ,વેલ્યુ ફોર મની જોઇએ છે.બહારની પાર્ટીને ગુજરાતમાં ઘૂસવા ન દેવાય એવું નક્કી કરી લીધું હતું.કેજરીવાલે ગુજરાત મોડલની સામે દિલ્હી મોડેલ ગુજરાતીઓને વેચવાની કોશિશ કરી પણ ગુજરાતીઓએ દિલ્હીના મોડલને જાકારો આપ્યો છે


