અમદાવાદ : બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કિર્તિસિંહ વાઘેલાનો કાંકરેજ વિધાનસભા સીટ પર પરાજય થયો છે.તેઓ ભુપેન્દ્ર પટેલના કેબિનેટના પ્રથમ મંત્રી છે જેમની હાર થઇ છે. કાંકરેજમાં કોગ્રેસના અમૃતજી ઠાકોરનો વિજય થયો છે.અમૃતજી ઠાકોરને સરેરાશ 49 ટકા જેટલા મત મળ્યા છે.જ્યારે પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવાર કિર્તિસિંહ વાઘેલાને 45 ટકા જેટલા મતો મળ્યા હતા.કાંકરેજ વિધાનસભા સીટ પર જ્ઞાતિ આધારિત સમીકરણોને લીધે કોંગ્રેસનો વિજય થયો છે.કાંકરેજમાં ઠાકોર સમાજના મતો નિર્ણાયક છે.તેમજ કાંકરેજમાં ઠાકોર અને ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે લડાઇ હતી.જેમાં ઠાકોર સમાજના ઉમેદવારનો વિજય થયો છે.જો કે, કાંકરેજ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મત વિભાજન કરવામાં સફળ ન થતાં કોંગ્રેસને ફાયદો થયો છે.
બનાસકાંઠામાં ડીસા,પાલનપુર,થરાદ,દિયોદર સીટ જીતવામાં ભાજપ સફળ થઇ છે.જ્યારે વાવ,વડગામ,દાંતા અને કાંકરેજ સીટ જીતવામાં કોગ્રેસ સફળ થઇ છે. 2017માં બનાસકાંઠાની કુલ 9 સીટમાં ભાજપ માત્ર ડીસા અને કાંકરેજ સીટ પર વિજય બન્યુ હતુ.જ્યારે 2022ના પરિણામમાં ભાજપને કાંકરેજ સીટ ગુમાવવનો વારો આવ્યો છે.તો દિયોદર સીટ પર ભાજપનો વિજય થયો છે.નવાઇની વાત એ છે કે, પૂર્વ મંત્રી કિર્તિસિંહની હારથી સૌ કોઇ ચોકી ઉઠયા છે. કિર્તિસિંહ વાઘેલાની હારનું કારણ લોકોની નારાજગી પણ છે.કિર્તિસિંહ મંત્રી તો બન્યા પણ પોતાના મત વિસ્તારમાં ધ્યાન ન આપી શક્યા જેના કારણે તેમની હાર થઇ હોવાની ચર્ચા છે.
2017ના વિધાનસભા પરિણામમાં કાંકરેજ સીટ પરથી કિર્તિસિંહ વાઘેલાને 95131 મત મળ્યા હતા.જ્યારે કોગ્રેસના દિનેશજી જાલેરાને 86543 મત મળ્યા હતા.જો કે, 2012માં કાંકરેજ વિધાનસભા સીટ પર કોંગ્રેસનો વિજય થયો હતો.કોંગ્રેસના ધારસિંહ કાનપુરને 73900 મત મળ્યા હતા.જ્યારે ભાજપના ઉમેદવાર કિર્તિસિંહ વાઘેલાને 73300 મત મળ્યા હતા.આમ 2012માં પણ કિર્તિસિહં વાઘેલાની હાર થઇ હતી અને હવે 2022માં પણ કિર્તિસિંહ વાઘેલાએ હારનો સામનો કર્યો છે.


