– જિલ્લા LCB પોલીસે 5 આરોપીને ઝડપી 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો
બારડોલી : મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી શાખાના અધિકારીઓ પ્રોહી તેમજ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન LCB PSI એમ.આર.શકોરીયા નાઓને ખાનગી બાતમીદાર થકી ચોક્કશ બાતમી મળી કે ,પુખરાજ ઉર્ફે પંકજ પુરોહીત તથા ભલારામ ઉર્ફે ભરત નામના આરોપીઓએ મૌજે પીપોદરા ગામની હદમા રાજ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમા પ્લોટ નં .૨૩ મા આવેલ પતરાનુ ગોડાઉન ભાડે રાખી તેમા મોટા પ્રમાણમા વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી,ત્યાથી તેના માણસો સાથે સગેવગે કરવાની પેરવીમા છે.તેવી ચોકકસ બાતમી મળતા પોલીસની એક ટિમ બાતમી વાળી જગ્યાએ જઈ રેઈડ કરતા સ્થળ પરથી 5 જેટલા આરોપીઓ મળી આવ્યા હતા.જેઓ ગોડાઉનમાં અલગ અલગ પુઠાના 90 બોક્ષમા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશીદારૂ તથા બીયરની નાની મોટી કુલ્લ 3204 બાટલી મળી આવી હતી.પોલીસે ઘટના સ્થળેથી 5,37,600/ ની કિંમતનો વુદેશી દારૂનો જથ્થો તથા આરોપીઓ પાસેથી અંગ ઝડતીમાથી મળી આવેલ 23 હજારની કિંમતના 5 નંગ મોબાઈલ 3830 રોકડા તેમજ TVS ઝુપીટર મોપેડ કિંમત 40 હજાર મળી કુલ 6,04,430 / -નો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓના નામ
1.પુખરાજ ઉર્ફે પંકજ હરકાજી પુરોહીત ( ઉ.વ .૨૫ ધંધો – મજુરી રહે.માંકણા , વલથાણ રોડ ઉપર તા.કામરેજ જી.સુરત મુળ રહે , ખાંડાદેવર , જી.ઝાલોર રાજસ્થાન )
2. સુજાનારામ ઉર્ફે સુર્યા હમીરારામ બિશ્નોઈ , (ઉ.વ .૨૪ ધંધો – મજુરી રહે.કઠોર , એમ.ડી બિલ્ડીંગ , રૂમ નંબર , ૨૦૪ મા ભાડેથી તા.કામરેજ જી.સુરત મુળરહે . સીંદાશ્વાચૌહાણ , પોસ્ટ , ભાખરપુરા થાના – ગુડામાલાની જી.બાડમેર )
3. શંકરલાલ બંશીલાલ બિશ્નોઈ , (ઉ.વ .૨૪ ધંધો – મજુરી રહે.કઠોર , એમ.ડી બિલ્ડીંગ , રૂમ નંબર , ૨૦૪ મા ભાડેથી તા.કામરેજ જી.સુરત મુળ રહે.સોનરી , થાના – સેડવા જી.બાડમેર રાજસ્થાન )
4. કિશનસિંગ ઉર્ફે કિશોરસિંહ ચંદ્રરસિંગ ભાટી ( ઉ.વ .૨૯ , રહે.ધ્રુવપાર્ક સોસાયટી , મહારાંણા પ્રતાપ , ડી માર્ટની સામે , સુરત શહેર મુળ રહે.કુશીપ થાના શીવાણ જી.બાડમેર રાજસ્થાન)
5. મહેન્દ્રસિંગ ખીમસિંગ ચૌહાણ (ઉ.વ .૨૭ રહે..કઠોર , એમ.ડી બિલ્ડીંગ , રૂમ નંબર .૨૦૪ મા ભાડેથી તા.કામરેજ મુળરહે.મોડાત્રા , થાના – રામસીંદ જી.ઝાલોર રાજસ્થાન )