નવી દિલ્હી,તા. 15 ડિસેમ્બર 2022, ગુરુવાર : 36 IAF રાફેલ વિમાનોમાંથી અંતિમ રાફેલ ભારત પહોંચવા માટે ફ્રાન્સથી ઉડીને UAE વાયુ સેના ખાતે ટેન્કર વિમાનથી ફ્યુલ ભર્યા પછી ભારતમાં ઉતર્યું છે.ભારતીય વાયુ સેના (IAF)એ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
છેલ્લા રાફેલ વિમાનના લેન્ડિંગ સાથે જ દેશમાં 36 રાફેલ ફાઇટર જેટની ડિલિવરી પૂર્ણ થઈ ગઈ છે.
FEET DRY!
'The Pack is Complete'
The last of the 36 IAF Rafales landed in India after a quick enroute sip from a UAE Air Force tanker.
Shukran jazeelan. @modgovae pic.twitter.com/5rkMikXQeS
— Indian Air Force (@IAF_MCC) December 15, 2022
ઉલ્લેખનીય છે કે, પાંચ રાફેલ જેટની પ્રથમ બેચ જુલાઈ 2020માં અંબાલાના એરફોર્સ સ્ટેશન પર આવી હતી. આ 17 સ્ક્વોડ્રનનો એક ભાગ બનવાનો હતો, “ગોલ્ડન એરોઝ”, જેનું એક વર્ષ પહેલા પુનરુત્થાન કરવામાં આવ્યું હતું,આવું એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.તે સમયે.આને આગામી મહિને IAF દ્વારા ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યા હતા.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે તે સમયે કહ્યું હતું કે, “રાફેલ ડીલ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગેમ ચેન્જર હતી અને તેનો સમાવેશ વિશ્વ માટે અને ખાસ કરીને ભારતના સાર્વભૌમત્વને પડકારનારાઓ માટે એક મજબૂત સંદેશ છે.” રાફેલ સોદો – લગભગ 9 બિલિયન ડૉલરનો – IAF કાફલામાં નવા જેટ ઉમેરવાના હેતુથી સીલ કરવામાં આવ્યો હતો.