વડોદરા, તા. 15 ડિસેમ્બર 2022, ગુરૂવાર : વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વારંવાર પીવાની મુખ્ય લાઈનોમાં ભંગાણ સર્જાય છે અને હજારો લાખો ગેલન પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી જાય છે.હરણીથી સમા જતા લિંક રોડ વચ્ચે અંડર કેબલની કામગીરી દરમિયાન પીવાના શુદ્ધ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું અને પીવાનું શુદ્ધ પાણી રોડ પર ફરી વળ્યાં હતા.બનાવની જાણ થતાં પાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા.પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને પેનલ્ટી ફકટારવામાં આવશે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે.
રોડની આજુબાજુના ખાડાઓમાં પણ ભરાઈ ગયા હતા. ઝુંપડા બાંધી રહેતા લોકોના કપડા-શાકભાજી પણ તણાઈ ગયા હતા.તેમજ ખાણીપીનીનો ધંધો કરતા નાના લારીધારકોના વાસણો પણ તણાઈ ગયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર પાલિકા દ્વારા જેને આ પીવાના પાણીની લાઈન તોડી છે.તેના ખર્ચે અને જોખમે લાઈનનું સમારકામ કરાવામાં આવશે.જે તે કોન્ટ્રકટરને પેનલ્ટી પણ ફટકારવામાં આવશે.પાલિકાના ઈજનેર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું.સમગ્ર મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માગ કરવામાં આવી છે કે, અન્ડર કેબલની કામગીરી કરી રહેલા કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે નાગરિકોના નુકશાન સાથે પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહેલી પ્રજાના હક્કનું હજારો લાખો ગેલન શુદ્ધ પીવાના પાણીનો વેડફાટ થયો છે.જેથી આડેધડ અંડર કેબલિંગની કામગીરી કરતાં કોન્ટ્રાક્ટર સામે મહાનગરપાલિકા દંડનીય કાર્યવાહી કરવામાં આવે.