ગુજરાતમાં શાહરુખ-દીપિકાની ‘પઠાન’ ફિલ્મ કોઈ કાળે રિલીઝ ના થવી જોઈએ : રાજભા ગઢવી

400

રાજકોટ : હાલમાં દેશભરમાં શાહરુખ ખાનની “પઠાન” ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે,ત્યારે સૌરાષ્ટ્રમાં પણ આ ફિલ્મના રિલીઝને લઈને વિરોધ કરવામાં આવ્યો છે.હકીકતમાં સૌરાષ્ટ્રના વિખ્યાત લોકગાયક રાજભા ગઢવીએ “પઠાન” ફિલ્મની રિલીઝને લઈને વિરોધ નોંધાવ્યો છે.ખાસ કરીને “પઠાન” ફિલ્મના “બેશરમ રંગ”માં અભિનેત્રી દીપિકા પાદુકોણેએ ભગવા રંગની બિકિની પહેરી અંગ પ્રદર્શન કર્યું છે,તેનો ચારેતરફ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. એવામાં રાજભા ગઢવીએ પણ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને “પઠાન” ફિલ્મનો વિરોધ કર્યો છે.

પોતાના વીડિયોમાં રાજભા ગઢવીએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી ધર્મને નુક્સાન પહોંચાડે તેવી ફિલ્મો આવી રહી છે. “પઠાન” ફિલ્મ પણ આવી જ છે.આથી હું દરેક ગુજરાતીઓને વિનંતી કરું છે કે, આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ ના થવા દેવી જોઈએ. દરેક ગુજરાતીઓએ આ ફિલ્મનો વિરોધ કરવો જોઈએ.બૉલિવૂડ દ્વારા ગુજરાતની ભાવના અને સનાતન ધર્મ સાથે ખરાબ કરવાનું નક્કી કરી દીધુ હોય તેમ લાગી રહ્યું છે.

વધુમાં લોકગાયકે જણાવ્યું કે, ગુજરાતભરના જેટલા પણ સંગઠનો તેમજ સાધુ-સંતો છે તેમણે એકજૂટ થઈને આ ફિલ્મનો વિરોધ કરવો જોઈએ.ગુજરાતમાં કોઈ પણ કાળે “પઠાન” ફિલ્મ રિલીઝ ના થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ.બૉલિવૂડ દ્વાર અવારનવાર સનાતન ધર્મને ઠેસ પહોંચે, તેવી ફિલ્મો બનાવવામાં આવી રહી છે.આથી દરેક ગુજરાતીઓ તૈયાર રહે, કોઈ પણ કાળે “પઠાન” મુવી ગુજરાતમાં રિલીઝ થવા દેવાની નથી.

Share Now