જામનગર : જામનગર નજીક આવેલ આવેલ એક ફાર્મહાઉસમાં દરોડો પાડી પોલીસે દારુડિયાઓને રંગેહાથે ઝડપી પાડ્યા છે.પોલીસને બાતમી મળી હતી કે આ મકાનમાં લુખ્ખાતત્વો ભેગા મળીને દારુની મહેફિલ કરે છે.પોલીસે દરોડા પાડતા ફાર્મ હાઉસમાં પીધેલી હાલતમાં મળી આવેલ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.તેની સીટી સી ડીવીઝન પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ જામનગર શહેરથી ત્રણ કિલોમીટર દુર મહાકાળી સર્કલ નજીક જાણીતા ઉદ્યોગપતિ પરિવારના મિતલ વિનોદભાઈ વસંતની માલિકીનું મિતલ ફાર્મહાઉસ આવેલ છે.હાલ પોલીસ દ્વારા દારૂની મહેફીલ માણી રહેલા પાંચ લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ મહેફિલમાં જામનગરના ટોપના ઉદ્યોગપતિઓ હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો અનુસાર ફાર્મહાઉસમાં મિતલ વીનોદભાઇ વસંત રહે નોરી બંગ્લો પાર્ક કોલોની કસ્ટ્સ હાઉસ સામે જામનગર,મંથન મહેતા રહે નીર્મણ પાર્ક કોલોની જામનગર,વરૂન રાકેશભાઇ બંસલ રહે-301 ઇંદ્રપ્રસ્થ એપાર્ટ મેન્ટ સ્વસ્તીક સોસાયટી જામનગર,વીરાજ યજ્ઞેશભાઇ વીઠલાણી રહે. 104 કંચનજંઘા એપારમેંટ ક્રીકેટ બંગલા સામે જામનગર,કરણ અમુલકરાજ ગ્રોવર રહે- 28/2 સુભમ સોસાયટીના ઘેડી ડીપી રોડ જામનગર મુળ-ઇંદીરા મેમોરીયલ સ્કુલ બી 61 પ્રીતવીહાર, થાના પ્રીત વીહાર.
આ તમામે મિતલના ફાર્મહાઉસના કબ્જા ભોગવટા ફાર્મમા ગેર કાયદેસર પાસ પરમીટ વગર ભેગા મળી ઈંગ્લીશ દારૂની મેહફીલ માળી કેફી પ્રવાહી પીધેલ હાલતમાં પોતાના કબ્જામાં ઇગ્લીશ દારૂની કાચની બોટલ નંગ-2 જેની કુલ કિ.રૂ.250 સાથે રેઈડ દરમ્યાન પકડાઈ ગયા હતા,જો કે આશ્ચર્યની વાત એ રહી કે પોલીસને અંગઝડતી દરમિયાન કે સ્થળ પરથી વાહનો કે મોબાઈલ સહીત અન્ય કોઈ ચીજવસ્તુઓ મળી આવી નથી.


