જૂનાગઢ,26 ડિસેમ્બર 2022 સોમવાર : કેશોદમાં આજે 150 કરતા વધુ પરિવારોએ હિંદુ ધર્મ છોડીને વિધિવત રીતે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે.કેશોદ ખાતે આયોજિત કાર્યક્રમમાં 150 કરતાં વધુ પરિવારના સદસ્યોએ એક સાથે રહીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.આ પ્રંસગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને ડો બાબા સાહેબ આંબેડકર તેમજ બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખીને હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે.જે પરિવારોએ આજે હિન્દુધર્મ છોડ્યો છે તેની અગાઉ વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી અને તે અંતર્ગત જ આજે ધર્મ બૌદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ખૂબ મોટી સંખ્યામાં કેશોદ સહિત આસપાસના વિસ્તારોના લોકોએ બૌદ્ધ દીક્ષા સમારોહમાં હાજરી આપી હતી.
તથાગત ભગવાન બુદ્ધ ક્ષમતા બંધુત્વ ભાઈચારા દયા કરુણા અને જ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે પોતાનું સમગ્ર જીવન સમાજને અર્પણ કરી દીધું છે જેને લઈને સંગ દેશનો દલિત સમાજ મુખ્યત્વે બૌદ્ધ ધર્મ પાળતો હતો પરંતુ આધુનિક સમયમાં દલિત પરિવારો આજે હિન્દુ પરિવારો તરીકે ઓળખાઈ રહ્યા છે ત્યારે આજે પણ દલિત સમુદાયના પરિવારો બૌદ્ધ ધર્મ પાળી રહ્યા છે.ત્યારે આજે વધુ 150 કરતા વધુ પરિવારોએ વહિવટી તંત્રની પૂર્વ મંજૂરી લીધા બાદ હવે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.
જૂનાગઢમાં પણ થોડા સમય પૂર્વે કેટલાક પરિવારોએ હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ત્યારે આજે કેશોદમાં 150 કરતાં વધુ પરિવારોએ વિધિવત રીતે હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે જેમાં અશોક બુદ્ધ વિહાર પોરબંદરના સાધુ અને અનુયાયીઓએ કેશોદના ધર્મ અંગીકાર સ્થળ પર હાજર રહીને પરિવારોને બૌદ્ધ ધર્મ અંગેની દીક્ષા અપાવી હતી.