– ટ્રક અને વિદેશી દારૂ મળી કુલ 21.29 લાખનો વિદેશી દારૂ કબ્જે લઈ ત્રણને વોન્ટેડ જાહેર કર્યા
કોસંબા : સુરત ગ્રામ્ય જીલ્લામાં હાલમા ૩૧-ડીસેમ્બર -૨૦૨૨ના તહેવારને અનુલક્ષીને પોલીસ પ્રોહીબિશન નો જથ્થો માંગાવનાર બુટલેગરો ઉપર લાલ આંખ કરીન પ્રોહીબિશનની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા બાબતની પ્રોહીડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતુ.અને વધુમાં વધુ પ્રોહી કેશો કરવાની સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ જેથી કોસંબા પોલીસ પોતાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કોસબા પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.બી.ગોહિલ તથા અ.હે.કો હિમાંશુ રશમિકત નાઓને સંયુકત રાહે ખાનગી બાતમીદાર થકી બાતમી મળી કતી કે મોજે સુરતથી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે નબર -48 ઉપર રોડ ની ડાબી સાઈડએ આવેલ સુપ્રીમ હોટલનાં કમ્પાઉડમાં એક અશોક લેલેન નં – MH-19-CY-7297 ની ગાડી ઉભેલ છે.જેમાં વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર ખાલી થનાર છે.જે ગાડી હાલ સુપ્રીમ હોટલ નાં મ્પાઉડમાં ઉભેલ છે.જે બાતમી આધારે કોસંબા પોલીસની એક ટીમે બાતમી વાળી જગ્યાએથી અશોક લેલેન નં – MH-19- CY-7297 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી વિસ્કીની 101 નંગ પેટીઓ માંથી કુલ 2592 નંગ બોટલ કબ્જે કરી હતી.પોલીસે 6,27,,600/- ની કિંમતની વિદેશી દારૂ તેમજ 15 લાખની કિંમતની ટ્રક મળી કુલ 21,29,700/-નો મુદ્દામાલ કબ્જે કરી રામલાલ ઉર્ફે રામુ દેવરારામ મેઘાવાલ (રહે.પીપલદ ગામ જી.પાલી.રાજસ્થાન )ની અટકયાય કરી ગુનામાં ત્રણ આરોપી ગાડીમાં દારૂ ભરાવનાર રાજુ ઉર્ફે રાજુ સોની વિષ્ણુ ગોપાલ,ડ્રાઇવર મુકેવ દેવાણીયા તેમજ દારૂ મંગાવનાર અંકલેશ્વરના ઇન્દ્રશ મનુંખા શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.